
હિન્દુ ધર્મ માટે ચારધામ યાત્રાઓ જેમકે બદ્રીનાથ/ કેદારનાથ /ગંગોત્રી અને યમુ યમનોત્રી ની આ યાત્રાઓ ખૂબ જ આપણી આસ્થા નું પ્રતીક છે. સાથે સાથે અમરનાથ યાત્રા (બરફીલા ભોલેનાથ, શિવ ભગવાન )જે યાત્રા પણ એટલી જ પ્રચલિત અને આસ્થા ના પ્રતીક સમાન છે. જે યાત્રામાં દેશમાંથી વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવી અનેક લોક આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. જે અનુસંધાને યાત્રાના ભાગરૂપે આ યાત્રાના ભાગરૂપે ચંદુભાઈ એટીડી (મોદી) તથા મીનાક્ષી મોદી ડીસા જેવો તારીખ: 2/ 7/ 2022, શનિવાર ના રોજ બરફીલા ભોલેનાથ/ પાર્વતી મૈયા/ શ્રી ગણેશ ભગવાન તથા નંદી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી .જેના ભાગરૂપે આજ રોજ શ્રી ધન્ધાર મોઢ/મોદી ડીસા રાજપુર પરિવારના અશ્વિનભાઈ જેઠાલાલ મોદી (મંત્રીશ્રી )કેતનભાઇ કાંતિલાલ મોદી (સહમંત્રી શ્રી) મેહુલભાઈ પ્રવીણ ચંદ્ર મોદી (ખજાનચી) નટવરલાલ પ્રહલાદભાઈ મોદી (સલાહકાર) વસંતભાઈ મફતલાલ મોદી જેઓ દ્વારા પુષ્પગુચ્છ /સાલ ઓઢાડી /મોં મીઠું કરાવી/ શુભેચ્છા પત્ર આપી વિશે સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ચંદુભાઈ એ. ટી.ડી. (મોદી)એ જણાવ્યું કે અમરનાથની યાત્રા કરવી એ અને ભોલેનાથના દર્શન કરી દર્શન કરવા એ જીવનનો મોટો લાવો છે. અને આપ પણ ભવિષ્યમાં ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી……
આનંદ ઠકકર ડીસા
