ડાંગમા ભારે વરસાદથી રસ્તા ઉપર વૃક્ષ ઘરાશાઈ થયા ને જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ભારે જહમતથી દુર કરવામા આવ્યા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૧૨: ડાંગ જિલ્લામા ભારે વરસાદની પરિસ્થિતી સર્જાતા ઠેર ઠેર માર્ગો ઉપર ભેખડ, માટી, પથ્થરો અને વૃક્ષો ધસી જવાથી વહાન વ્યવહાર ખોરવાયો હતો. ગતરોજ આહવા-સાપુતારા-વધઇના માર્ગ પર માટી ધસી પડતા, જિલ્લા ક્લેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ વૈકલ્પિક માર્ગના ઉપયોગની અપીલ કરી હતી.

સાપુતારા થી આહવા આવતા રોડ પર વરસાદને કરને ઠેર ઠેર મહાકાય વૃક્ષો ધરાશાઈ થવાથી રસ્તો સંપુર્ણ બંધ થયેલ હતો. પંરતુ ડાંગ જિલ્લા પોલીસની ટ્રાફિક શાખાના જવાનો દ્વારા જિલ્લા પોલીસવડા શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.જે.ગામીતના માર્ગદર્શન હેઠળ, ૧) રોહિતસિંહ અજજુભા ડોડીયા પો.કો, ૨) બળદેવસિંહ મ્હોબતસિંહ મકવાણા હે.કો, ૩) હુસેનભાઇ જુંમભાઈ વાણી હે.કો, ૪) સંજયભાઈ રઘાભાઈ કાંટારિયા પો.કો, ૫) કિશોરભાઈ તુકારામ ભાઈ ભોંયે પો.કો, ૬) મુકેશભાઈ સંભુભાઈ કાનાણી એ. એસ.આઈ, ૭) અશોકભાઈ મુકુંદભાઈ કામડી પો.કો, ૮), જગદીશભાઈ ભલાભાઈ જંબુચા પો.કો, ૯) કમલેશભાઈ ગવળી જીઆરડી જેઓએ અધ્યતન સાધનોનો ઉપયોગ કરી અડધા જ કલાકમા સંપૂર્ણ મલબો જગ્યા પરથી હટાવી, રસ્તો ખુલ્લો કરાયો હતો. રાત્રીના સમયે વરસતા વરસાદમા આ જવાનોએ પોતાની ચિંતા કર્યા વગર પ્રજાહિત અર્થે ભારે જહેમત પુર્વક આ કામગીરી કરીને, ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંધવીએ આ પોલીસ જવાનોની કામગીરીને ટ્વિટરના માધ્યમથી બીરદાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *