તમાકુ વિરોધી ઝુંબેશ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્ક્વૉડટીમે બારડોલીમાં બિનઅધિકૃત તમાકુ વેચાણ અને જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.૧૬,૭૦૦ દંડ વસુલાયોઃ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે બારડોલી ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિકૃત રીતે તમાકુ વેચાણ કરનારા વેપારીઓ અને જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ. ૧૬,૭૦૦નો દંડ વસુલ કર્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઓફીસરશ્રી ડો. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ નિયંત્રણ ઝુંબેશ હાથ ધરી COTPA -૨૦૦૩ એક્ટના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સ્ક્વૉડટીમના એપીડેમિક મેડીકલ ઓફીસરડૉ. કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સીલર કીર્તીરાજ સોલંકી, ડી. એસ. આઇ. હસમુખ રાણા, તાલુકા આરોગ્ય કચેરી-બારડોલીની આરોગ્ય ટીમ અને બારડોલી પોલીસના પી.આઈ. વી.એન.ગાગીયા, પો.કો. યતીન ચૌધરી પો.કો. કાનકસિંહ સરવૈયા સહકારથી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડટીમ દ્વારા દંડ તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું અને નિયમોનુસાર તમાકુ વેચાણ કરતી દુકાન પર લગાવવાના નિયત માપ પ્રમાણે સુચના-બોર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી.

રિપોર્ટ ,મયુર પટેલ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM