પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે કરેલા 116.65 કિલોમીટર લાંબા તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલ લાઇન પ્રોજેક્ટ મંજૂરીના નિર્ણયને આવકારતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે 116.65 કિલોમીટર લાંબા તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થયેલા આ નિર્ણયને માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે આવકાર્યો છે. શ્રી પાટીલ સાહેબે જણાવ્યુ છે કે, દેશભરમાંથી અંબાજી અને માઉન્ટ આબુ જૈન તીર્થસ્થળો પર આવતા યાત્રાળુઓ રેલ મારફતે દર્શન કરી શકશે તેમજ આ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજી મંદિરે જનારા યાત્રિકોને લાભ મળશે. માઉન્ટ આબુ અને તારંગા હિલ સ્થિત શ્રી અજીતનાથ જૈન મંદિરમાં આવતા યાત્રિકોને લાભ મળશે તેમજ માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી તીર્થસ્થાનના પણ દર્શનાર્થીઓ લાભ લઈ શકશે. માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુશ્કેલીઓને નિવારવા માટે આ ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે. તે બદલ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી પાટીલ સાહેબે વધુમાં જણાવ્યુ છે કે, અંબાજી એ ભારતનું એક આધ્યાત્મિક કેન્દ્ર અને સૌથી પ્રાચીન શક્તિપીઠ છે જેની મુલાકાત દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ ખાતેના શ્રી અજિતનાથ જૈન મંદિર (24 પવિત્ર જૈન તીર્થંકરોમાંથી એક) અને તારંગા હિલ ખાતેના તીર્થ સ્થળની પણ નજીક છે. સૂચિત 116.65 કિમી લાંબી નવી લાઇન તારંગા હિલ, અંબાજી અને આબુ રોડને રેલ જોડાણ પ્રદાન કરશે. વરેથા અને આબુ રોડ વચ્ચે 116.65 કિમીની લંબાઇ માટે નવી રેલ લાઇનનું કામ સરકાર પાસેથી જરૂરી મંજુરી મેળવ્યા બાદ હાથ ધરવાનું છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ.2798.16 કરોડ છે. આ પ્રોજેક્ટ માટે લગભગ 620.09 હેક્ટર જમીન સંપાદિત કરવાની છે, જેમાંથી 462.30 હેક્ટર ખાનગી જમીન છે, 91.80 હેક્ટર સરકારી જમીન છે અને બાકીની 65.99 હેક્ટર જંગલની જમીન છે. 

*શૈશવ રાવ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM