गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वराय:
गुरु: साक्षत् परब्रह्म तस्मै श्री गुरवे नमः


ગુરૂ પૂર્ણિમા પર્વ અંતર્ગત ભારત વિકાસ પરિષદ ઇડર શાખા દ્વારા સ્વસ્તિક વિદ્યા મંદિર માં ગુરૂ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો…

           આ પ્રસંગે શાખામાંથી શાખા ના પ્રમુખ શ્રી ડૉ. ગુણવંત ભાઈ જોશી, ઉપપ્રમુખ સંજય ભાઈ સોની, સહ મંત્રી  પ્રફુલ ભાઈ સુથાર,  કિશનભાઇ સોની, હરીશ ભાઈ કુમાવાત , બીપીન ભાઈ ઉપાધ્યાય, નીલ ભાઈ રામી ઉપસ્થિત રહી શાળા ના વિદ્યાર્થિઓ સાથે કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થિ દ્વારા ઉપસ્થિત માતા પિતા ને પ્રથમ ગુરૂ માની અને પૂંજન કર્યું ત્યારબાદ બીજા ગુરૂ તરીકે શિક્ષક નું આ પ્રસંગે પૂંજન કરી વિદ્યાર્થિઓમાં સંસ્કાર નું સિંચન કરતું પ્રાસંગીક પ્રવચન કરાયું હતું..આ કાર્યક્રમ શાળા ના આચાર્ય શ્રી  ઉપાઘ્યાય સાહેબ અને તમામ સ્ટાફ ગણ ના સહયોગ દ્વારા સફળ બનાવવા માં આવ્યો હતો ત્યારે ભારત વિકાસ પરિષદ ના ગુરુવંદન છાત્ર અભીનંદન ના સંયોજક  પિયુષ ભાઈ દવે અને સહ સંયોજક રજનીભાઇ પટેલ દ્વારા કાર્યક્રમ  કરવામાં આવ્યો હતો.  ત્યારબાદ સ્કૂલ માં શાખા પ્રમુખ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *