











નર્મદાનું પાણી ધ્રંગના લોકોને પણ મળે તે માટે ૫.કિ.મી પાઈપલાઇન નંખાશે-વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય
ભુજ,
ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યએ માધાપર ખાતે પુજય પ્રદિપ્તાનંદજી મહારાજ, ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર, કબીર મંદિર, આશાપુરા મંદિર, વિવિધ દેરાસરો અને મેકરણ દાદા મંદિર ધ્રંગ જઈ મંદિરના દર્શન અને ગુરૂઓને મળી ગુરૂવંદના કરીને જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય જણાવ્યું હતું કે, કચ્છમાં વરસાદનું એલર્ટ બતાવવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છના લોકોને કોઇ નુકશાન ના થાય, જાન હાનિ ના થાય તે માટે પ્રાર્થના કરીને આશીર્વચન મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે મેકરણદાદા મંદિર ધ્રંગની મુલાકાત લઇને ધ્રંગ ગામમાં પાણીની સમસ્યાને લઇને નર્મદાનું પાણી ધ્રંગના લોકોને પણ મળે તે માટે ૫.કિ.મી પાઈપલાઇન નાખીને પાણી આપવામાં આવશે તેવું વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યએ જૈનમુનીઓના પણ આશીર્વચન મેળવ્યાં હતાં અને જણાવ્યું હતું કે, સાચો રસ્તો બતાવવાનું કાર્ય આ જૈનમુનિઓ દ્વારા કરવામાં આવે છે તે સરાહનીયને પાત્ર છે. આ તકે આરાધના ભવનના કલ્પતરૂસુરીસ્વરજી, તપગચ્છ જૈન સંઘના યશોવિજયસૂરીશ્વરજી, તેરાપંથ ભવનમાં ડો. મુનિશ્રી પુલકિત કુમારજી, મુનિશ્રી આદિત્યકુમારજી ને મળીને આશીર્વચન મેળવ્યાં હતાં તેમની સાથે જૈન સંઘના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામ ઠકકર, ઉપપ્રમુખશ્રી રેશમાબેન ઝવેરી, અગ્રણી સર્વશ્રી બાલ કુષ્ણા મોતા, ગોદાવરીબેન ઠકકર, સુરેશભાઇ છાંગા, હરીભાઇ ગાગલ, નશાબંધી આબકારી અધિક્ષકશ્રી ડી.એન.પરમાર, ઉપસ્થિત રહ્યા હતા.
