વેદના જાણો તો ચાલશે પણ,વેદના જાણો તો ય ઘણું-મુનિ શૌર્યશેખર વિજયજી

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા, મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે હ્રદય મન વિચલિત થાય તો આ દેહ હ્રદયરોગ,ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા રોગથી ગ્રથિત થાય છે,જેની દવા દાકતર વૈધ હકીમ કરશે પરંતુ તેની અસર જયારે વિકૃતિરૂપે બહાર આવે છે ત્યારે અનેક જીવોને હેરાન કરે છે. આ વિકૃતિથી છુટકારો મેળવવા સંસ્કારના સાગર તરફ જવું પડે છે.તેથી જ કોઈએ કહ્યું છે કે મન ચંગા તો કથરોટમાં ગંગા,હ્રદય મનની શુધ્ધતા પશ્ર્વાતાપ થકી પ્રાપ્ત થાય છે.તમે પ્રતિક્રમણ કરીને જ્યાં સુધી દુષ્કૃતગર્ષ્યા ન કરી શકો, ત્યાં સુધી સૂતા પહેલાં બેસીને દસ મિનિટ ચિંતન કરો.આજના દિવસમાં મનથી ન કરવાના કયા કયા વિચારો કર્યા ? ન બોલવાના કયા કયા વેણ બોલ્યો ? કાયાથી ન કરવા જેવા કયા કયા કાર્યો કર્યા ? માત્ર દશ મિનિટનું કામ છે.આખા દિવસના કરેલા પાપ અને પાપના સંસ્કારો ધોવાની આ પણ એક નાનકડી પ્રક્રિયા છે.તમારા આત્માની નિર્મળતા માટે, મલિન થયેલા આત્માને ચોખ્ખો કરવા માટે શું તમે પાંચ-દસ મિનિટ પણ ન કાઢી શકો ? ઘરમાં કોઈને કહેવાની જરૂર નથી પણ મનમાં જ આ દુષ્કૃતગર્ણ કરવાની છે. ભગવાન પાસે મનોમન માફી માંગવાની છે. હ્રદય મન હળવાશ આપવાનું કામ છે.જેનાથી આજુબાજુનું વર્તુળ શ્રેષ્ઠ નિર્માણ પામશે.છેલ્લે વેદ ના જાણો તો ચાલશે પણ,વેદનાજાણો તો ય ઘણું.સંકલન-યશપાલસિંહ ટી વાઘેલા-થરા આ પ્રસંગે પાલનપુર જૈન સંઘના ભાવિકો ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *