સ્વરોજગાર ધંધા માટે રૂા. એક લાખની મુદ્તી ધિરાણ યોજનાનો લાભ લેવા ઇચ્છતા દિવ્યાંગજનોએ તા. ૨૨મી ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવયાંગજન સમુદાયના આર્થિક અને સામાજિક સશકિતકરણના હેતુસર રાજયના દિવ્યાંગજનોને વિવિધ ધંધાનો વ્યવસાય શરૂ કરી સ્વરોજગાર કરી શકે તે માટે રૂપિયા એક લાખ સુધીની મુદ્તી ધિરાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

        આ યોજના અંતર્ગત આણંદ જિલ્લાના જે દિવ્યાંગજનો આ યોજનાનો લાભ લેવા માગતાં હોય તેઓને નિગમની વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in / ગુજરાત રાજય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં નિગમને તા. ૨૨/૮/૨૦૨૨ સુધીમાં ઓનલાઇન અરજી કરી દેવા આણંદના બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે. તેમણે વધુમાં અગાઉ કોઇ દિવ્યાંગ અરજદારશ્રીએ અગાઉ દિવ્યાંગતાના આધાર પર કોઇ લોન મેળવેલ હશે તો તેઓ આ લોન મેળવવાને પાત્ર ઠરશે નહીં તેમ જણાવ્યું છે. ગુજરાત રાજય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં નિગમ નિગમ પર અરજી કરવા માટે અરજદાર ગુજરાત રાજયનો વતની હોવો જોઇએ, ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ અને ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતો અને તેની પાસે જિલ્લા સિવિલ સર્જનનું ૪૦ ટકા તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ યોજના અંતર્ગત અરજદારની લોન રૂા. ૫૦,૦૦૦/- સુધીની હશે અને અરજદાર OH કેટેગરી સિવાયના મહિલા તથા દિવ્યાંગ વ્યકિતઓને એક ટકાની છુટ  ગુજરત રાજય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે. જયારે રૂા. ૫૦,૦૦૦/-થી ઓછી લોનની રકમવાળા અરજદારને વાર્ષિક ૪ ટકા તથા નીગમનો વ્યાજ દર એક ટકા એમ કુલ વાર્ષિક વ્યાજ દર પાંચ (૫) ટકાની શરતો અને રૂા. ૫૦,૦૦૦/- થી રૂા. એક લાખ સુધીની લોનની રકમવાળા અરજદારને વાર્ષિક દર ૪ ટકા તથા નિગમનો વ્યાજ દર ર (બે) ટકા એમ કુલ છ (૬) ટકાની શરતે નિગમ દ્વારા ડ્રો દ્વારા અરજદારનું નામ આવતાં લોનની રકમ પૂરી પાડવામાં આવશે તેમ પણ આણંદના બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ જણાવ્યું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM