ઉજજવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર@૨૦૪૭-વીજળી મહોત્સવ-૨૦૨૨ જરૂર પુરતી વીજળી વાપરીએ વીજળીનો દુરૂપયોગ ના કરીએ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય

પ્રજાએ વીજળી બચાવી પોતાનું યોગદાન આપવું જોઇએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા

ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય હેઠળ વીજ કર્મીઓને બિરદાવીએ પૂર્વ રાજયમંત્રી અને ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર


ભુજ તાલુકાના માધાપર ગામે વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

ભુજ, મંગળવારઃ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ઉર્જા મંત્રાલય અને MNRE, રાજય અને કેન્દ્ર સરકારના સહયોગથી ઉજવાઇ રહેલા વીજળી મહોત્સવ અને ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર@૨૦૪૭ હેઠળ પાવર સ્ટેશનની સિધ્ધિઓની ઉજવણીમાં આજરોજ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં ભુજ તાલુકાના માધાપર ગામે યક્ષ મંદિરમાં વીજળી મહોત્સવ ઉજવાયો હતો.આ તકે અધ્યક્ષાશ્રી આચાર્યે જણાવ્યું હતું કે, જરૂર પુરતી વીજળી વાપરીએ વીજળીનો દુરૂપયોગ ના કરીએ. પર્યાવરણ બચાવીએ, રીન્યુએબલ એનર્જીનો લક્ષ્ય સમય કરતાં વહેલો પૂર્ણ કરવા બદલ અધિકારીઓને બિરદાવું છું. આ તકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખાવડા-ધર્મશાળામાં ૭૬ હજાર હેકટરમાં ૩૦ હજાર મેગાવોટ વીજળી ઉત્પાદન અંગેની કામગીરી ચાલી રહી છે જેમાં ૧ લાખ મજુરો કામ કરી રહયા છે.


ઉર્જા વિભાગમાં વીજ ઉત્પાદન, વીજ પ્રવહન અને વિતરણની કામગીરીથી છેવાડાના માણસને સરકારની સુવિધા આપવાનો નિર્ધાર છે. નવી ટેકનોલોજીના ઉપયોગથી વિજળી વિસ્તૃતિકરણ અને વિતરણ કરાઇ રહયું છે તે પ્રશંસનીય છે. તેનાથી વીજ ચોરી અને વીજ ખોટ અટકાવવા જીઈબીની પ્રશંસનીય કામગીરી કરી રહી છે.તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જયોતિગ્રામ યોજના અને હાલે રૂ.૩૫૫ કરોડની દિન દયાળ ગ્રામ જયોતિ યોજના ૫૪૪૨ ગામડાઓને આવરી લેતી પીજીવીસીએલની કામગીરી નોંધનીય છે. છેલ્લા ૮ વર્ષનાં ૧.૬૩ હજાર સર્કીટ કિલોમીટર ટ્રાન્સમીશન લાઇનથી લદાખથી કન્યા કુમારી અને કચ્છથી મ્યાનમાર સુધી વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ દેશમાં ઉભી થઇ છે.કુદરતી આપત્તિઓ અને તાજેતરમાં બન્ની પશ્ચિમ, લખપત જેવા દુર્ગમ વિસ્તારોમાં વરસાદી માહોલમાં જીઈબીની ટીમે જે નિષ્ઠાથી કામ કર્યુ છે તે બિરદાવાલાયક છે.આ તકે અધ્યક્ષાશ્રી ડો.નીમાબેને અનુરોધ કર્યો હતો કે, અત્યારે પશુધનમાં પ્રસરી રહેલા લમ્પિ વાયરસમાં લોકસેવા બજાવીએ. ખોટી અફવાનો ભોગ ના બનીએ. આ તકે તેમણે જણાવ્યું હતું કે, સરકારે ૨ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કર્યુ છે અને પશુપાલનની ટીમ સક્રિય છે ત્યારે સાવચેતી રાખી ગાય માતાની સેવા કરીએ.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ તકે જણાવ્યું હતું કે, પેરીસમાં યોજાયેલા કલાયમેન્ટ ચેન્જ કોન્ફરન્સ (COP21) માં વડાપ્રધાને ૨૦૩૦ સુધીમાં વીજ ઉત્પાદન ક્ષમતાના ૪૦ ટકા રીન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક ૯ વર્ષ પહેલાં ૨૦૨૧ સુધીમાં પૂર્ણ કર્યો છે. પ્રદુષણ ઘટાડવા પવન અને સૌર ઉર્જા મહત્વપૂર્ણ છે. કચ્છમાં ૪૦ હજાર મેગાવોટ વીજળી રીન્યુએબલ એનર્જીપાકથી મેળવી શકાશે. વીજ ઉત્પાદનથી વિજ વિતરણ સુધી સરકાર જે ખર્ચો કરે છે તેમાં પ્રજાએ વીજળી બચાવી પોતાનું યોગદાન આપવું જોઇએ. રાજયમાં ૨૪ કલાક વીજળીના પગલે મહિલાઓ, ઉધોગકારો અને વિધાર્થીઓ પણ પોતાની વિશેષતાઓ અને સિધ્ધિઓ રજુ કરી શકયા છે.
પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, આજે વીજળી મહોત્સવના બીજા દિવસે ભુજ, મુન્દ્રા, માંડવી, અબડાસા, પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ઉર્જા માટે જનજાગૃતિ, લોકકલ્યાણ અર્થે કરાતા કાર્યક્રમો તેમજ સંલગ્ન સાત કંપનીઓની કામગીરી અને સરકારી યોજનાના લાભો તેમજ વીજ કર્મયોગીઓને બિરદાવામાં આવી રહયા છે. ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર ૨૦૪૭ હેઠળ વીજ કર્મીઓને બિરદાવીએ.
૨૪ કલાક વીજળી આપતું દેશનું એકમાત્ર રાજય ગુજરાત છે. જયાં સરકારે ૨૪માંથી ૮ કલાક દિવસે પણ ખેડૂતોને વીજળી આપી છે. ખેતીવાડી ફીડરમાંથી વીજ પુરવઠો સાતત્યપૂર્ણ આપવા કચ્છમાં ૩૫ સબ સ્ટેશનો નવા કરાયા છે. ઉજ્જવળ ભવિષ્ય હેઠળ જનતા પણ વીજળી બચાવીને ખેતી અને ઉધોગમાં વીજ પુરી પાડવા ટેકારૂપ બને.
સ્વાગત પ્રવચનમાં અધિક્ષકશ્રી અને કાર્યપાલક ઈજનેરશ્રી જે.એમ.કષ્ટાએ વીજળી મહોત્સવ, ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યનો હેતુ પાવર સેકટરની મુખ્ય સિધ્ધિઓ પ્રકાશિત કરવો તેમજ જનજાગૃતિ છે તેમ વિગતે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધુત ક્ષેત્રની રાજયની પ્રગતિને દર્શાવતી ટુંકી ફિલ્મો સૌએ નિહાળી હતી. ઉજ્જવલ ભારત અંતર્ગત નિર્માતા પરેશ ભટૃ “કલગી” નું વારી વીજલળી નાટક ભજવાયું હતું તેમજ લોકોને વીજળી બચાવવાના કાયદા અને સરકારની યોજનાનો પરિચય પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વિદ્યુતક્ષેત્રની વિવિધ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે ૨૫ જૂલાઈથી ૩૦ જૂલાઈ સુધી દેશના ૭૭૩ જિલ્લામાં વીજળી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દરેક જિલ્લામાં બે સ્થળોએ આ ઉજવણી કરાઈ રહી છે. ૩૧ જૂલાઈના રોજ વડાપ્રધાનશ્રી આ કાર્યક્રમના સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે.આ તકે મંચસ્થ મહાનુભાવો દ્વારા ભારત સરકારની સૌભાગ્ય યોજના હેઠળ વિનામૂલ્યે ઘરગથ્થુ વીજ જોડાણના પ્રમાણપત્રો લાભાર્થીઓને અપાયા હતા.આ કાર્યક્રમમાં માધાપર ગામના સરપંચશ્રી ગંગાબેન મહેશ્વરી અને પ્રેમિલાબેન આહિર, અગ્રણી દિનેશભાઇ ઠકકર, ભરતભાઇ તેમજ વિવિધ અગ્રણીઓ અને કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., મદદનીશ કલેકટર ભુજશ્રી અતિરાગ ચપલોત, માંડવી કાપાઇ જે.એચ.તલાટી, નખત્રાણા કાપાઇ એચ.પી.રાઠોડ, સર્કલ નાકાઇ સર્વશ્રી રીટાબેન પીંડોરીયા, આર.એસ.વાળા, કે.એ.ત્રિપાઠી., વાય.એ.મન્સુરી, ભુજ ડીવીઝન જે.જે.ક્રિશ્ચન, પાવરગ્રીડ જનરલ મેનેજરશ્રી સુગ્રિવ પાંડે, પાવરગ્રીડ ચીફ મેનેજરશ્રી ગુંડા નરેશ તેમજ ગેટકોના અધિકારીઓ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM