પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતરિયાળ વિસ્તારની ગ્રામ્ય બહેનો માટે ઉપયોગી બની

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા પીએમ ઉજ્જ્વલા યોજના ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે આશીર્વાદરૂપ બની છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીંચલી ગામની મહિલા શ્રીમતી મનીષાબેન મુકેશભાઈ પવાર આ યોજનાને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણે છે. દેશના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સમગ્ર ડાંગમા અંદાજે ૨૮,૩૭૧ વધુ લાભાર્થીઓને પીએમ ઉજ્જ્વલા યોજના-૧ અને ૨ નો લાભ મળ્યો છે. આ યોજનાએ ડાંગ જિલ્લાની મહિલાઓની જીવન પ્રણાલી બદલી નાખી છે. સરકારની મહત્વકાંક્ષી યોજના એવી ઉજ્જ્વલા યોજનાએ સમગ્ર દેશ સહિત ડાંગના અંતરિયાળ વિસ્તારમા પણ બહોળી સંખ્યમા લોકોને લાભન્વિત કર્યા છે. યોજનાના લાભાર્થી શ્રીમતી મનીષાબેન મુકેશભાઈ પવાર જણાવે છે કે, મને સરકારશ્રીની ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસની સગડી, સીલીન્ડર સાથેનુ ગેસ કનેક્શન મળ્યુ છે, જે મારા પરિવાર માટે આશીર્વાદરૂપ છે. હવે બળતણ માટે લાકડા લેવાની જરૂર નથી પડતી. કોઈપણ મહેમાન આવે તો તાત્કાલિક ગેસ કનેક્શનના ઉપયોગથી ચા બનાવી શકાય, તેમજ અન્ય રાંધણ માટે પણ આ યોજના આશીર્વાદરૂપ બની છે. હવે ધુમાડાથી રાહત મળી છે. મહિલાઓના સ્વાસ્થ્યમા ફેર પડ્યો છે. આ યોજનાથી મહિલાઓના જીવનમા ઘણો ફેર પડ્યો છે. ડાંગ જિલ્લાની કેટલીય મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો, અને તેમના જીવનમા આમુલ પરિવર્તન આવ્યુ. મહિલાઓના સ્વાસ્થ્યમા સુધારો આવ્યો, એમ પણ તેમણે જણાવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *