જિંદગીમાં ક્યાં અટકવું અને ક્યાં ટકવું,બસ એ આવડી જાય તો પછી માણસ ભટકવુ ભૂલી જશે-મુનિ નયશેખર વિજયજી

પાલનપુર નગરે ચાતુર્માસ અંતર્ગત અઢાર પાપસ્થાનક નિવારક સંવેદનાશીલ કાર્યક્રમ યોજાયેલ.

નાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની આ પાવન ભૂમિ પર અદકેરા આનંદનું સ્વપ્ન પાલનપુરની ધરતી પર અવતર્યુ છે.ત્યારે શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રયના પ્રાંગણે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના મસીહા પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિ નયશેખર વિજયજી મ.સા, પૂજય મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા ની નિશ્રામાં ચાતુર્માસ અંતર્ગત અઢાર પાપસ્થાનક નિવારક સંવેદનાશીલ કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે પૂજય નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે આપણને દુર્ગતિમાં લઇ જનાર આપણા ભવોને બગાડનારા આ પાપસ્થાનક છે.જેને જીવન માંથી દૂર કરવું આવશ્યક છે.આ પ્રસંગે પંડિતવર્ય શ્રી પ્રવિણભાઇ શાહ (થરાવાળા) એ પણ અઢાર પાપસ્થાનક ની પૂર્વ ભૂમિકા બાંધી અને પાપાસ્થાનક પર સમજણ આપેલ.અને એક-એક સ્તુતિ સાથે એક-એક પાપસ્થાનકની સમજણ પંડિતવર્ય શુભમ કટારીયા (થરાવાળા) એ કરાવી અને ભાવિકોને ભાવ ધારામાં જોડેલ.આ પ્રસંગે પાલનપુર જૈન સંઘના ભાવિકો ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *