પશુઓમાં જોવા મળતા લમ્પી ડિસીઝ અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરતા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ ભાઈ મેરજા

રખડતાં પશુઓને પણ રસીકરણ તેમજ સારવાર હેઠળ આવરી લેવા સુચના અપાઈ

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં લમ્પી રોગ સંદર્ભે પશુપાલન વિભાગ દ્વારા થયેલી કામગીરી તેમજ હાલની સ્થિતિ અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં હાલ પશુઓમાં લમ્પી ડિસીઝ જોવ મળી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ રોગના લક્ષણો પશુઓમાં જોવા મળ્યા છે ત્યારે પશુઓમાં થયેલ રસીકરણ તેમજ સારવાર ઉપરાંત આ રોગને ફેલાતો અટકાવવા માટે લેવાના પગલા અંગેના મુદ્દાઓની સમીક્ષા બેઠકનું આયોજન શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો),ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીશ્રીએ રોગ વિશેની પ્રાથમિક માહિતી તેમજ જિલ્લામાં તે હેઠળ થયેલી કામગીરી માહિતી મેળવી જણાવ્યું હતું કે, જ્યાં સમૂહમાં વધારે ગાયો છે તેવી જગ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવે. ઉપરાંત રસીકરણ માટેની ટીમોનું સુચારૂ આયોજન કરી જ્યાં પશુધન વધુ હોય ત્યાં વધુ ટીમો ફાળવવા સૂચના આપી હતી.

વધુમાં જે પશુઓને આ રોગનો ચેપ લાગ્યો છે તેમને તાત્કાલિક સારવાર હેઠળ આવરી લેવામાં આવે તથા રખડતાં પશુઓને પણ રસીકરણ તેમજ સારવાર હેઠળ આવરી લેવામાં આવે તેનું ધ્યાન રાખવા પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ જે ભગદેવ, નિવાસી અધિક કલેકટરશ્રી એમ.કે. મુછાર, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી. એ.ઝાલા, પશુપાલન નિયામકશ્રી કટારા, નગરપાલીકા ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, મોરબી મામલતદારશ્રી(ગ્રામિણ) નિખિલ દવે, મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી દીપાબેન, મોરબી નગરપાલીકા ચીફ ઓફિસરશ્રી સંદીપસિંહ ઝાલા, તેમજ પશુપાલન વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઊપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM