મુંગા પશુઓની વેદના સમજીને ગૌવંશની સેવા કરીએ- વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નિમાબેન આચાર્ય

વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યએ ભુજ ખાતે નગરપાલિકા અને દાતાશ્રીઓની મદદથી અસરગ્રસ્ત ગાયો માટેના કેમ્પની મુલાકાત લીધી હતી 

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મૂંગા પશુઓની પણ આપણે વેદના સમજી અને આપણે બધા સેવામાં જોડાઇ આ પશુઓની સારવાર કરીએ અને વધુમાં વધુ રસીકરણ કરાવીએ. તેમજ આર્યુવેદિક ઉપચારથી પણ આપણે સેવા કરીને આ પશુઓને બચાવીએ.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રીએ શનિદેવ મંદિરે જઈને લમ્પી રોગમાંથી ગાયોને મુક્તિ મળે તે માટે ભુજ શહેરવાસીઓ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સહભાગી બનીને ઝડપી ગાયો રોગમુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી જગતભાઈ વ્યાસ, તેમજ સેવાભાવી સંસ્થાના અગ્રણી સર્વશ્રી સચીનભાઈ ઠક્કર, જયુભાઈ ભાટિયા, દિપેશભાઈ મહેતા, કૌશિકભાઈ મહેતા, નાયબ પશુપાલકશ્રી ડો.એચ.એમ.ઠક્કર તેમજ સેવાભાવી યુવાનો હાજર રહ્યાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM