
રીપોર્ટ : મયુર પટેલ
માનનીય મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર વૈધાનિક અને સંસદિય બાબતોનો વિભાગની અધ્યક્ષતામાં યોજાયો. ૯ મી ઓગસ્ટે (World Tribal Day 2022) સમગ્ર વિશ્વમાં એક આદિવાસી સમાજ માટે એક અનેરો ઉત્સવ (World Tribal Day 2022) હોય છે એને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં એને ખૂબ ભવ્ય રીતે ઉજવણી થતી હોય છે. હું બધાને શુભકામના પાઠવું છું. ગુજરાતની વાત કરું તો, ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધી 14 જિલ્લા અને 53 તાલુકાઓમાં પૂરી વસ્તી આદિવાસી સમાજની છે. 27 જેટલી અમારી વિધાનસભા પણ છે, પણ 48 સીટ ઉપર ઉપર આદિવાસી સમાજની વસ્તીઓ કોઈકના કોઈક રીતે આવેલી છે અને તે પણ મોટી માત્રામાં આવેલી છે. શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું હતું કે, 9મી ઓગસ્ટે એક ખૂબ અને ઉત્સવ તરીકે વર્ષોથી અમારા વડીલો પરંપરા તથા રીતે પોત પોતાના વેશભૂષા સાથે અને એક વાદ્યંત્રો સાથે દેવી-દેવતાઓને પૂજા કરીને આ દિવસને ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરતા હોય છે એવી જ ઉજવણી કરવામાં આવ્યું.





દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day 2022) ઉજવવામાં આવે છે. ત્યારે સરકાર પણ હવે આ દિવસની ઉજવણી કરવા માટે થનગની રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં વિશ્ર્વ આદિવાસી દિનની અને હર ઘર તિરંગાની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ હાલમાં પશુઓમાં ફેલાયેલો લંપી રોગ નિયંત્રણ હેઠળ છે. અને મૂંગા પશુઓનો ફટાફટ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે પણ મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં આ તમામ મુદ્દાઓની ચર્ચા વિમર્શ સાથે સમીક્ષા કરી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાલક્ષી કમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનઓ અંતર્ગત સહાય વિતરણનાં કાર્યક્રમ વાલોડ તાલુકાના બુહારી શોપીંગ સેન્ટર બલ્લુ કાકા કોમ્પલેક્ષ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં બિરસામુંડા અન આદિવાસી દેવી-દેવતાઓનું પુજન, પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, દિપ પ્રાગટ્ય, ઇન્દુ શાળા વ્યારાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું. ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ વિકાસની યોજના પર ડોક્યુમેંટ્રી ફિલ્મ રજુ કરવામાં આવી.અદિવાસી સમાજના વિષિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવિરો, ખેડુતોનો સન્માન કરવામાં આવ્યું.

૯ મી ઓગષ્ટ ૨૦૨૨ “આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ” ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમ્યાન માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત સરકારનાં હસ્તે ઇ-ખાત મુહુર્ત થનાર કામોમાં આદર્શ નિવાસી શાળા કુમાર છાત્રાલય મહુવાના કેમ્પસમાં રૂ.૧૫,૨૨,૨૬,૬૦૦/- ના કામો મંજુર કરવામાં આવ્યા જેનો લાભ ૩૨૪ કુમાર છાત્રોને થશે તથા આદર્શ નિવાસી શાળા કન્યા શાળા માટે તથા છાત્રાલય માટે રૂ.૩૧,૦૨,૯૫,૩૦૦/- ના કામો મંજુર કરવામાં આવ્યા જેનો લાભ ૩૨૪ કન્યાઓ માટે થશે.

તિરંગા યાત્રાને લઇ ગુજરાત સરકારે હાજરી કેબિનેટ બેઠકમાં સવિશેષ સમીક્ષા કરી હતી તો બીજી તરફ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેને લઇ રાજ્યના 27 સ્થળોએ આ ઉજવણી કરી બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આ કાર્યક્રમની રાજ્ય કક્ષાની ઉજવણી કરી જેમાં આ દિવસ અંતર્ગત અંદાજિત 1 હજાર કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે આ જ કાર્યક્રમ અંતર્ગત વ્યક્તિ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને પણ લાભ આપવામાં આવ્યો. જેના આયોજન અને તેની તૈયારીની સમીક્ષા ભુપેન્દ્રભાઈ પટેલે કરી હતી તો બીજી તરફ લંપી રોગ ને લઈ રાજ્યના પશુપાલન વિભાગ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્તમાન પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને પશુઓના વેક્સિનેશન અભિયાન અંગેની પણ માહિતી આપી હતી જ્યારે વિભાગ તરફથી આપવામાં આવેલી આ માહિતી અને સમીક્ષા દરમિયાન વેક્સિનેશન અભિયાન હજુ પણ તે જ બનાવવા માટેના દિશા નિર્દેશ મુખ્યમંત્રીએ આપ્યા હતા આ ઉપરાંત કોરોના વાયરસના કેસની વર્તમાન પરિસ્થિતિ તેમજ ચોમાસુ પાણીજન્ય રોગોને લઈ વિશેષ ચર્ચા કરવામાં આવી.

આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ૯ મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” ના જિલ્લા કક્ષાના કાર્યક્રમાં શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, માનનીય મંત્રીશ્રી મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર વૈધાનિક અને સંસદિય બાબતોનો વિભાગ, શ્રી એચ. કે. વઢવાણિયા સાહેબ, કલેક્ટરશ્રી, તાપી, સુશ્રી એ. કે. પરમાર, પ્રાયોજના વહીવટદાર, સોનગઢ, શ્રી મોહનભાઈ ઢોડિયા, ૧૭૦-મહુવા વિધાનસભા મત વિસ્તાર અને અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષશ્રી, શ્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્યશ્રી, ૧૭૯-બારડોલી વિધાનસભા, પ્રાંત અધિકારી વ્યારા, શ્રી ભાવેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, શ્રી અમિતભાઈ પટેલ, માન.પ્રમુખશ્રી, તાપી જિલ્લા આદિવાસી મોર્ચા, શ્રી તુષારભાઈ પટેલ, સુરત જિલ્લા ભા.જ.પા. ઉપપ્રમુખશ્રી, તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને વાલોડ, મહુવા અને બારડોલી તાલુકાના જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ ગામોના સંરપંચશ્રીઓ, મામતદારશ્રી, મહુવા અને વાલોડ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મહુવા, વાલોડ અને બારડોલી અને તેમની ટીમ હાજર રહી ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા હતી.

