સાંકળચંદ પટેલ યુનિવર્સિટી માં કૃષ્ણ જમોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે તારીખ ૧૮ ઓગસ્ટના દિવસે કૃષ્ણ જન્મોસ્તવ (દહીહાંડી)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના વિધાર્થીઓ દ્વારા મટકીફોડ પ્રતિયોગિતા, સાંસ્કુતિક કાર્યક્રમ, આરતી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું જેનો યુનિવર્સિટી પરિવારના તમામ સભ્યોએ લાભ લીધેલ હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ડી જે શાહ સાહેબે વિદ્યાર્થી મિત્રોને કૃષ્ણ જન્મોત્સવના મહત્વ વિષે જણાવ્યું હતું. કે શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતા.તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે ઓળખાયાં. તેમણે કર્મ વ્યવસ્થાને સર્વોપરી માની કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને જ્ઞાન આપતાં તેમણે ગીતાની રચના કરી હતી જે આજના કળયુગની અંદર બધાજ ધર્મમાં સૌથી મહત્વની છે. આયોજિત આયોજિત કાર્યક્રમને સાર્થક બનાવવા માટે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશપટેલ, ઉપપ્રમુખશ્રી ચંદ્રકાન્તભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. ડી. જે શાહ સાહેબે સમગ્ર યુનિવર્સિટી પરિવારને શુભેચ્છા પાઠવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM