

ઉલ્લેખનીય છે કે MBAવિભાગના ફાઈનાન્સ સ્પેશિયલાઈઝેશનના વિદ્યાર્થીઓને કોમોડિટી માર્કેટનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવાના હેતુથી સાંકળચંદપટેલ યુનિવર્સિટીના MBA વિભાગ દ્વારા કોમોડિટી એક્સચેન્જ ઉપર વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (MCX), ભારતનું પ્રથમ લિસ્ટેડ એક્સચેન્જ, એક અત્યાધુનિક, કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ છે જે કોમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રાન્ઝેક્શનના ઓનલાઈન ટ્રેડિંગની સુવિધા આપે છે, જેનાથી ભાવની શોધ અને જોખમ વ્યવસ્થાપન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. નવેમ્બર 2003માં કામગીરી શરૂ કરનાર એક્સચેન્જ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના નિયમનકારી માળખા હેઠળ કાર્ય કરે છે.
આ વ્યાખ્યાનમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જના અવેરનેસ પ્રોગ્રામના અયુબ મલિક સાહેબે વિસનગર ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને MBA ના ફાઇનાન્સ સ્પેસીલાઈઝેશનના વિદ્યાર્થીઓને કોમોડિટી એક્સચેન્જ વિશે પ્રેક્ટીકલી માહિતી આપી હતી. તેમણે નોંધ્યું હતું કે ઊંઝા એપીએમસી માર્કેટ અને એમસીએક્સ કેવી રીતે સંકળાયેલા છે અને આ એક્સચેન્જ દ્વારા ખેડૂતો અને વેપારીઓ કેવી રીતે રિસ્ક મેનેજમેન્ટ કરી શકે છે તેનું ઝીણવટ ભર્યું માર્ગદર્શન વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. આ ઉપક્રમે MBA અને ઇન્ટીગ્રેટેડ MBA ના 60 થી વધુ વિદ્યાર્થીઓએ આ વ્યાખ્યાનો ઉત્સાહભેર લાભ લીધો હતો.
આ ઉપક્રમે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. ડીન ઓફ ફેકલ્ટીસ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ડો. જીતેન્દ્ર શર્માએ આ વ્યાખ્યાનનાઆયોજન બદલ પ્રો. શક્તિ ડોડીયાનું અભિવાદન કર્યું હતું અને પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટોક માર્કેટનું પ્રેક્ટીકલી જ્ઞાન આપવા અને તેમને માર્કેટમાં ટ્રેડ કરવા માટે સ્વાવલંબી બનાવવા દિશા નિર્દેશ કર્યો હતો.
