ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોંગ્રેસના સિનિયર નેતા તેમજ માજી ગૃહમંત્રીશ્રી નરેશભાઇ રાવલ અને માજી સાંસદસભ્યશ્રી રાજુભાઇ પરમાર તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

કોંગ્રેસના આગેવાનોમાં ગુજરાતના લોકો પ્રત્યે તિરસ્કારની ભાવના હોય તેવો પાર્ટીમાં અનુભવ થતો. – શ્રી નરેશભાઇ રાવલ

કોંગ્રેસ ગુજરાતના ઉદ્યોગ પતિ હોય કે ગુજરાતના ખેલાડીઓ હોય તેમનું સતત અપમાન કરે છે. – શ્રી નરેશભાઇ રાવલ

પહેલા દેશમાં જેમ મહાત્મા ગાંઘી અને સરદાર પટેલની જોડીએ જે રીતે દેશનું નેતૃત્વ કર્યુ તેમ આજે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. – શ્રી નરેશભાઇ રાવલ

ગુજરાત કોંગ્રેસમા ફકત બે કે ચાર નેતાઓનો કંટ્રોલ છે. પાયાના કાર્યકરોની સતત અવગણના કરવામાં આવે છે.- શ્રી રાજુભાઇ પરમાર

પહેલાની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસમાં ઘણો ફેર છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સતત અવગણના કરતા હોવાથી આજે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. – શ્રી રાજુભાઇ પરમાર

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના યશસ્વી વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના યશસ્વી ગૃહપ્રઘાન અને સહકારમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની વિકાસની રાજનીતી અને રાજયના મૃદુ અને મક્ક્મ મુખ્યમંત્રી અને પેજ સમિતિની પ્રણેતા અને મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીને મજબૂત કરનાર પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના કાર્યોથી પ્રેરાઇ વિવિધ રાજકીય પાર્ટી તેમજ સામાજીક આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જનતા જનતાર્દનના કામ કરવા ઇચ્છતા હોય છે ત્યારે આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે કોંગ્રેસના સિનિયર નેતા અને માજી ગૃહમંત્રીશ્રી નરેશભાઇ રાવલ તેમજ માજી સાંસદસભ્યશ્રી રાજુભાઇ પરમાર તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી જોડાયા.

આ કાર્યક્રમમાં શ્રી નરેશભાઇ રાવલે સંબોધનમાં જણાવ્યું કે, આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ તેથી ખૂબ આંનદની લાગણી અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ ખૂબ આદર પુર્વક પ્રવેશ આપ્યો. કોંગ્રેસના આગેવાનોમાં ગુજરાતના લોકો પ્રત્યે તિરસ્કારની ભાવના હોય તેવો અનુભવ થતો. કોંગ્રેસના નેતાઓ ગુજરાતના ઉદ્યોગ પતિ હોય કે ગુજરાતના ખેલાડીઓ હોય તેમનું સતત અપમાન કરે છે.પહેલા દેશમાં જેમ મહાત્મા ગાંઘી અને સરદાર પટેલની જોડીએ જે રીતે દેશનું નેતૃત્વ કર્યુ તેમ આજે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં તેજોદ્રેષ થયો છે તેના કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં કોઇ શરત વગર જોડાયા છીએ પાર્ટી જે પણ કામ સોંપશે તે નિષ્ઠા પુર્વક કરીશું. આજે કોંગ્રેસે પણ મોડે મોડે દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના તિરંગા યાત્રાને સમર્થન કરવું પડયું છે.

આ કાર્યક્રમમાં શ્રી રાજુભાઇ પરમારે સંબોધનમાં જણાવ્યું કે,આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અમને ખૂબ આદર પુર્વક પાર્ટીમાં જોડયા. આવનાર દિવસમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ સહિતના આગેવાનોની આગેવાનીમાં રાજય તેમજ દેશના વિકાસ માટે કામ કરવાનો પ્રયાસ કરીશું અને પાર્ટીને વધુ મજૂબૂત કરવા પ્રયાસ કરીશું. પહેલાની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસમાં ઘણો ફેર છે. અત્યારે ગુજરાત કોંગ્રેસમા ફકત બે કે ચાર નેતાઓનો કંટ્રોલ છે. પાયાના કાર્યકરોની સતત અવગણના કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સતત અવગણના કરતા હોવાથી આજે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે.

આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી જંયતીભાઇ કવાડિયા, પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, વિજાપુરના ઘારાસભ્યશ્રી રમણભાઇ, પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ, પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ શ્રી ભરતભાઇ ડાંગર,શ્રી ડો.રૂત્વીજ પટેલ, શ્રી હિતેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ સોશિયલ મીડિયા સેલના સહકન્વીનરશ્રી મનનભાઇ દાણી,મહેસાણા જીલ્લા પ્રમુખશ્રી જશુભાઇ પટેલ, નેતા જયરાજસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM