પાણીદાર પાટીદાર ના દિકરા ની – ધરતી પ્રત્યેની પવિત્રતા રંગ લાવી

” જળ એ જીવન “મંત્ર ને સાકાર કરતા પ્રગતિશીલ ખેડૂત પૂત્ર

દૂધસાગર ડેરી અને APMC વિસનગર ના ડિરેક્ટર શ્રી . લક્ષ્મણભાઇ કાશીરામભાઇ પટેલે આ ચોમાસામાં પોતાની ધરતી માં પ્રાણ પૂર્યા

આમ તો શ્રી. એલ કે. પટેલ ખેડૂત હોવાની સાથે સાથે .. વોટર મેનેજમેન્ટ ના તેઓ PHD છે તે વાત પૂરવાર કરી

ગુજરાત રાજ્ય સરકાર ના આરોગ્ય પરિવાર કલ્યાણ અને જળ સંપત્તિ તથા પાણી પૂરવઠા મંત્રી શ્રી. રૂષિકેશભાઇ પટેલ સાહેબ ની સલાહ અને માર્ગદર્શને રંગ રાખ્યો

વિસનગર તાલુકાના સેવાલીયા ગામ ના આગેવાન પણ … જન્મ અને સ્વભાવ થી શત્ પ્રતિશત ખેડૂત તેવા બે મોટી પશુપાલક અને ખેડૂત સંસ્થાઓના ડિરેક્ટર શ્રી. એલ કે. પટેલ ની આજે આપણે વાત કરી રહ્યા છીએ .ખેતી ના શોખીન એવા આ માણસે … આજથી દશ વર્ષ અગાઉ પોતાના ખેતરમાં 60 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો એક કૂવો તૈયાર કરાવ્યો હતો – એ વખતે આ વિસ્તારનું પાણી 40 ફૂટ ની ઊંડાઈ એ હતું જેથી મહેનત ના અંતે જે ઉત્પાદન મળવું જોઈએ તે નાં મળતાં અંદરોઅંદર લક્ષ્મણભાઇ પટેલ નારાજ રહેતા હતા . બાગાયતી ખેતી માં બે પૈસા વધારે મળે અને આવી ખેતી ના શોખીન એલ . કે . પટેલ એ વખતે જૂનાગઢ કેસર કેરી ની 500 જેટલી ઉત્તમ કલમો લઇ આવ્યા – જેની રોપણી કરી … પણ … અફસોસ કે એમાં 50 % કલમો સૂકાઇ ગઇ !! પણ‌ …‌એમ હિંમત હારે તો એલ . કે . પટેલ શાના ? આ 50 % મળેલી નિષ્ફળતા ના કારણો જાણવા જમીન અને પાણી ની વૈજ્ઞાનિક ચકાસણી કરાવી તો જાણવા મળ્યું કે ; કૂવા ના પાણીમાં 3200 TDS નું પાણી છે … હવે એક નવી સમસ્યા – એક નવી ચેલેન્જ સામે આવી ઊભી રહી …

લક્ષ્મણભાઇ પટેલ પ્રગતિશીલ ખેડૂતો ને મળ્યા , કૃષિ ના તજજ્ઞો ને મળ્યા , કૃષિ ઉત્પાદક વેપારીઓ ની સલાહ લીધી … ધરતી ની ખારાશ ( ક્ષાર ) તોડવાનું મશીન છેક મહારાષ્ટ્ર ની એક તથાસ્તુ નામની કંપની પાસે થી મંગાવ્યું … પણ … નિષ્ફળતા તો જાણે આ ધરતી પૂત્ર સાથે લગ્ન કરવાને ઈરાદે આવી હતી આ મજૂરી પણ માથે પડી !!
બાગાયતી અધિકારીઓ ના મત મુજબ આટલાં બધાં TDS ધરાવતી ક્ષાર યુક્ત ધરતી ઉપર જૂનાગઢ કેસર તો શું – કોઇ પણ કેરી ઉગવી અશક્ય હતી.
જાહેર જીવન ના દાવપેચ જાણતાં એલ.કે.પટેલ ને હવે કેસર કેરીની કલમો થકવવા માગતી હતી …!!
એક કહેવત છે : બાળપણ માં જે બાળક એકવાર ઘોડીયુ ના તોડે તે જીવનમાં કશું ના કરી શકે

આ દિવસોમાં લક્ષ્મણભાઇ ની મુલાકાત વિસનગર ના સન્માનીય ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના આરોગ્ય પરિવાર કલ્યાણ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી . રૂષિકેશભાઇ પટેલ સાથે થઇ … આ ખેડૂત પૂત્રે ત્યાં પણ પોતાની વ્યથા ઠાલવી …

*અને – મળી ગયો એક અદ્ભુત જળસંચયની સફળતા નો રામબાણ ઈલાજ *

ધારાસભ્ય શ્રી રૂષિકેશભાઈ પટેલ સાહેબ ની સલાહ અનુસાર દર ચોમાસે વરસાદ ના પાણી રિચાર્જ કરવાની શરૂઆત કરવામાં આવી . અગાઉ બહાર વહી જતું વરસાદી ઉત્તમ પાણી ખેતર ના તળીયા માં ઉતરે તેના માટે નીચાણવાળા ભાગોથી કૂવા સુધી 6 પાઇપ ( 200 મીટર ) કૂવામાં રીચાર્જ માટે ઉતારી .. પહેલાં વર્ષ થી જ શુભ પરિણામ મળવાનાં શ્રી. ગણેશ શરૂ થઈ ગયા … પહેલાં લક્ષ્મણભાઇ સહિત પાડોશી ખેડૂતો ના પાક જે … વરસાદી પાણી ભરાઇ રહેવાને કારણે નિષ્ફળ જતાં હતાં તે બંધ થઈ ગયા …
કૂવાનાં પાણી ની ક્ષાર નું પ્રમાણ ધટવા લાગ્યું અને અગાઉ મોટર દ્વારા કૂવામાંથી પાણી જે પિયત માટે 4 કલાક ખેંચી શકાતું હતું તે હવે , 8 કલાક સુધી ખેંચી શકાય તેટલું જળસ્તર ઉપર આવ્યું !! ત્યાર બાદ બીજું વર્ષ ..
અને
આ ચોમાસામાં તો હદ થઇ ગઈ !!
લક્ષ્મણભાઇ પટેલ ના ખેતર ના કૂવાનું પાણી ગંગાજળ સમાન બની ગયું છે – બાગાયતી ચારેકોરથી ખિલખિલાટ હસી રહ્યો છે . લક્ષ્મણભાઇ ની મહેનત નું મીઠું ફળ પાડોશી ખેતરો ના માલિકો ને પણ મળ્યું છે. વરસાદ નું પાણી ધરતી માં ઉતરવાને કારણે , શિયાળાની સિઝનમાં પણ અહીં ની ધરતી માં લીલીછમ્મ અને ખુશખુશાલ રહે છે !! 60 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા કૂવામાં હવે પાણી નું સ્તર માત્ર 20 – 25 ફૂટ નજીક રહેતાં 8 કલાક આરામ થી પિયત કરી શકાય છે !!

દૂધસાગર ના ડિરેક્ટર શ્રી . એલ . કે . પટેલ ના ચહેરા ઉપર અત્યારે શ્રાવણ નું સુખ અને સ્મિત છલકાઇ રહ્યું છે . દૂધસાગર પત્રિકા સાથે વાત કરતાં કરતાં તેઓએ ગુજરાત સરકાર ના આરોગ્ય પરિવાર કલ્યાણ તથા પાણી પૂરવઠા વિભાગ તેમજ જળ સંપત્તિ વિભાગ ના મંત્રી શ્રી . રૂષિકેશભાઇ પટેલ નો‌ આભાર માનતાં જણાવ્યું કે : ધરતી માંથી સોનું ઉગાડવાની જડીબુટ્ટી મને રૂષિકેશભાઇ પટેલ સાહેબે આપી છે . અને માનનીય, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નુ સ્વપ્ન “આપણુ ભારત હરિયાળુ ભારત “અને “જળ એ જીવન “મંત્ર ને શ્રી રૂષિકેશભાઇ પટેલ સાહેબ ના હરિયાળી ધરતી રાખવાનાં આ રામબાણ ઈલાજ માટે મારી કોઇને જરૂર હશે તો હું કોઇ પણ ખેડુત ના પડખે ઉભો રહી સહકાર આપવા તૈયાર છું

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM