



ડો.આરતીબેન ભીલ દ્વારા જન્માષ્ટમી પર્વની વ્યારા શહેર હિન્દુ સંગઠનના સંયુક્ત ઉપક્રમે કાનપુરા, ગોલવાડ અને માલીવાડ મુકામે આયોજિત ‘દહીં- હાંડી’ના કાર્યક્રમમાં લોક હર્ષનાદ વચ્ચે કાર્યક્રમમાં પ્રવેશ લઇ જન્માષ્ટમી કાર્યક્રમમાં ઉમંગ-ઉલ્લાસ વચ્ચે સહભાગી થયાં હતાં. ડો.આરતીબેન ભીલ એ નંદોત્સવ સમિતિ, વ્યારા શહેર હિન્દુ સંગઠનના સંયુક્ત ઉપક્રમે કાનપુરા, ગોલવાડ અને માલીવાડ આયોજિત કાર્યક્રમમાં દહીં હાંડીના કાર્યક્રમમાં જોડાયેલા ગોવિંદાઓને પ્રતિકાત્મક રીતે સન્માનિત કર્યા હતાં. ડો.આરતીબેન ભીલ દ્વારા હસ્તે પ્રતિકાત્મક રીતે ગોવિંદાઓનું સન્માન કર્યું હતું. ડો.આરતીબેન ભીલ દ્વારા જણાવ્યું કે, વરસતા વરસાદ વચ્ચે પણ વ્યારા વાસીઓનો જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ કાબિલેદાર છે. આ અવસરે ભક્તિમય ક્ષણનો સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
