ગાંધીનગર મહાનગર શહેર ભાજપની કાર્યશાળા ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ યોજાયો

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૨, શનિવારના રોજ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, સેક્ટર ૧૭ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ અંતર્ગત શહેર ભાજપની કાર્યશાળા યોજાઈ હતી જેમાં પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરો, વિવિધ મોરચા તેમજ વોર્ડના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, તમામ બુથના પ્રમુખો, બીએલઓ-૨, સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૨૧ ઓગસ્ટ, ૨૮ ઓગસ્ટ, ૪ સપ્ટેમ્બર તેમજ ૧૧ સપ્ટેમ્બર એમ આગામી ચાર રવિવાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે, સવારે ૧૦ થી સાંજે ૫ સુધી વિધાનસભાના તમામ બુથ પર ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત અધિકારીઓ કામગીરી કરવાના છે ત્યારે નવા ચૂંટણીકાર્ડ તેમજ ચુંટણીકાર્ડમાં નામ, સરનામું સહિતની વિગતમાં ફેરફાર કે ભુલ સુધાર કરવાની આ તકનો લાભ મહત્તમ નાગરિકો લે તે માટેના પ્રયાસ કરવા અંગે ઉપસ્થિત અગ્રણીશ્રીઓએ માર્ગદર્શન આપ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM