સ્વામી સચ્ચિદાનંદ પોલીટેકનિક કોલેજ ખાતે 5મી સપ્ટેમ્બર 2022ના રોજ શિક્ષક દિવસની સફળતાપૂર્વક ઉજવણી

સ્વામી સચ્ચિદાનંદ પોલીટેકનિક કોલેજ ખાતે 5મી સપ્ટેમ્બર 2022ના રોજ શિક્ષક દિવસની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સંસ્થાના તમામ વિભાગના વિદ્યાર્થીઓએ તેમના વર્ગને સુંદર રીતે શણગાર્યા હતા તેમજ શિક્ષકો માટે પોસ્ટર અને કાર્ડ તેમજ રંગોળી તૈયાર કરેલ હતી. વિદ્યાર્થીઓએ આ દિવસે સ્વયં શિક્ષક બની વર્ગ માં પ્રવચન અને અભ્યાસ ની કાર્યવાહી કરી હતી. તમામ વિદ્યાર્થીઓએ ઉત્સવમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શિક્ષક દિન ના આયોજન ની સફળતા બદલ સક્રિય તમામ વિભાગ અને સમિતિના સભ્યો તેમજ ઈવેન્ટના કો-ઓર્ડિનેટર પ્રો. જીજ્ઞેશ એ. પટેલ, પ્રિન્સિપાલ ડો. પી.જે.પટેલના પ્રયાસો ને સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડો. ડી.જે.શાહ તરફ થી બિરદાવવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *