અવિરત વિકાસયાત્રા માટે વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇનો આભાર વ્યક્ત કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં સરકારની સિદ્ધીઓની છણાવટ કરતા સાંસદ પૂનમ માડમ

સાંસદશ્રી પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને રૂ.૧૧.૬૪ કરોડના ખર્ચે વિકાસના ૩૬૬ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ-વિકાસયાત્રા માટે વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇનો આભાર વ્યક્ત કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ

ગુજરાતએ વિકાસનું ગ્રોથ એન્જીન છે – સાંસદશ્રી પુનમબેન માડમ

દેવભૂમિ દ્વારકા ( ભરત ભોગાયતા)
દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંતર્ગત રૂ. ૧૧.૬૪ કરોડના ખર્ચે વિકાસના ૩૬૬ કામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે પુનમબેન માડમે જણાવ્યું કે, રાજ્યની ડબલ એન્જિન સરકારે ગુજરાતના લોકોની સુખાકારી માટે અનેક લોકહિત લક્ષી નિર્ણયો લઈને સંકલ્પથી સિદ્ધિ હાંસલ કરી છે. સામાજિક સેવામાં સરકારે સંવેદના પૂર્વક નિર્ણયો લીધા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસનો પાયો નાંખ્યો છે અને તેમના દિશાદર્શનમાં આજે ગુજરાત પણ વિકાસ ના શિખરો સર કરી રહ્યું છે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કેન્દ્ર સરકારની યોજનાઓની અમલવારી કરીને ગુજરાતે નવા સિમાચિહ્ન સ્થાપ્યા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નર્મદા યોજનાથી આ વિસ્તારના લોકોને પાણીની જે સુવિધા મળી છે તે જિલ્લા માટે વરદાનરૂપ સાબિત થઈ છે. જિલ્લાના મુખ્ય જળસ્રોતને નર્મદા યોજના સાથે જોડવામાં આવ્યા છે
સરકારશ્રીએ સાચા અર્થમાં પ્રજાની વચ્ચે આવીને તેના પ્રશ્નોને વાંચા આપવાની સુવિધા ઉભી કરી છે. દરેક વિભાગમાં આયોજન પૂર્વક સમતોલ વિકાસ કરવામાં આવી રહ્યો છે.છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ લાવવામાં આવી છે. અને આ યોજનાનો લોકો સરળતાથી લાભ લઇ શકે તે માટે પણ અનેરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આજના આ દિવસે કરવામાં આવેલા ખાતમુહૂર્ત/ લોકાર્પણથી ભાણવડ અને ખંભાળિયા તાલુકાના લોકોને અનેક સુવિધાઓ મળી રહેશે.નગરપાલિકા પ્રમુખે વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ કામોથી લોકોની સુખ, સુવિધામાં વધારો કરવા બદલ સરકારશ્રીને આભાર વ્યક્ત કરું છું.આ તકે ઇન્ચાર્જ કલેકટરશ્રી ડી.જે.જાડેજાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, આજના આ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા પ્રાંત કક્ષામાં રૂ. ૬.૯૨ કરોડના ખર્ચે વિકાસના વિવિધ ૨૨૯ કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂ. ૪.૭૨ કરોડના ખર્ચે ૧૩૭ કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.આ તકે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ સરકારશ્રીની વિવિધ યોજનાની માહિતી દર્શાવતી ફિલ્મનું નિદર્શન કર્યું હતું.ભાણવડ મામલતદારશ્રી ગોહેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઇ કરમુર, બાંધકામ સમિતિના ચેરમેન જીતેન્દ્ર કણઝારીયા, મહિલા અને બાળ સમિતનિના ચેરમેનના પ્રતિનિધિ પ્રતાપ પીંડારીયા, ન.પા. કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, મહિલા મોરચાના નિમિષાબેન નકુમ, અગ્રણી સર્વશ્રી ગોવિંદભાઇ કનારા સાજણભાઇ રાવલીયા, હિતેશભાઇ પીંડારીયા, અનીલભાઇ તન્ના, ભરતભાઇ ચાવડા, વિરપારભાઇ ગઢવી, કાનભાઇ કરમુર, પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયા, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત ઉપસ્થિત રહયા હતા.તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ વૈશાલીબેન એ વિગત આપી હતી જ્યારે તસવીરો માટે ગોજીયાભાઇએ જહેમત ઉઠાવી હતીઅત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સાંસદશ્રી પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને રૂ.૧૧.૬૪ કરોડના ખર્ચે વિકાસના ૩૬૬ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયા હતા ત્યારે આ સમગ્ર પંથકોની અવિરત વિકાસયાત્રા માટે વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સા. અને મુખ્યમંત્રી માન. શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના( ૧૨-જામનગર લોકસભા બેઠકના) સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરી નાગરીકોને સુખાકારી અને સુવિધાઓ જે સતત વધી રહી છે તે માટે ના અભિનંદન પાઠવ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM