અંકલેશ્વર શહેર માં 1.88 કરોડ ના વિવિધ કામો નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ


=શહેર માં પેવર બ્લોક ,આરસીસી રોડ ,ડ્રેનેજ ,ડિવાઈડર ગ્રીલ ના કામો નું ખાતમુહૂર્ત કરાયું
=સખી મંડળ અને પીએમ સ્વનિધિ ના લાભાર્થીઓ ને ચેક નું વિતરણ કરવામાં આવ્યું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેર ના વિવિધ કામો અંગે 1 કરોડ 88 લાખ મંજુર કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિને આ વિકાસ ના કામો નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્ર્સન્ગે સખી મંડળ અને પીએમ સ્વનિધિ ના લાભાર્થીઓ ને ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું .

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેર ના વિવિધ વિસ્તારો માં આરસીસી રોડ ,પેવર બ્લોક ,ડ્રેનેજ અને શહેર ના મુખ્ય માર્ગ ઉપર ડિવાઈડર ગ્રીલ સહીત ના કામો માટે 1 કરોડ 88 લાખ મંજુર કરવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે આ કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ,આ પ્રસંગે સખી મંડળ ની બહેનો ને ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે પીએમ સ્વનિધિ ના લાભાર્થીઓ ને પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા,આ પ્રસંગે નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,કારોબારો અધ્યક્ષ સંદીપ પટેલ ,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલ, જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ શાહ સહીત, ના આગેવાનો અને પાલિકા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM