અંકલેશ્વર ની આઈ ટી આઈ ખાતે કૌશલ્ય પદવીદાન સમારંભ યોજાયો.


ખીલ ભારતીય રાષ્ટ્રીય વ્યવસાય કસોટી માં પાસ થયેલ વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય પ્રમાણ પત્રો એનાયત કર્યા ..
વિવિધ ટ્રેડ વ્યવસાય ના 748 જેટલા તાલીમાર્થીઓ ને પ્રમાણ પત્રો અર્પણ કરાયા ..

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની આઈટીઆઈ ખાતે અખિલ ભારતીય વ્યવસાય કસોટી 2021-22 માં ઉત્તીર્ણ થયેલ તાલીમાર્થી બાઈ બહેનો ને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા ..સાંપ્રત સમય એ અદ્યતન વિકસી રહેલ ટેક્નોલોજી નો છે જેમાં બહુમત કંપનીઓ માં કૌશલ્ય તાલીમ પામેલા તાલીમાર્થીઓ ની સારી એવી માંગ રહેતી હોય છે ત્યારે અંકલેશ્વર ની આઈટીઆઈ ખાતે કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો હતો આ સમારોહ નો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કૌશલ્ય પદવીદાન સમારોહ માં અંકલેશ્વર આઈટીઆઈ ના તાલીમાર્થી ભાઈ બહેનો એ વિવિધ ટ્રેડ વ્યવસાય માં અખિલ ભારતીય રાષ્ટ્રીય વ્યવસાય કસોટી માં પાસ થયેલ 748 જેટલા તાલીમાર્થી ભાઈ બહેનો ને રાષ્ટીય કક્ષાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ .પ્રસંગે અંકલેશ્વર નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની ,નગર પાલિકા ના સભ્ય પુષ્પાબેન મકવાણા અંકલેશ્વર ઔદ્યોગિક એકમો ના પ્રતિનિધિઓ અને આઈટીઆઈ ના આચાર્ય બી.ઈ.રાવલ સહીત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *