રાજકોટ જીવનનગર ગરબીમાં બાળાઓનું સર્વાંગી કૌશલ્યના દર્શનથી અભિભૂત

રાજકોટમાં જીવનનગર પ્નાચીન ગરબીમાં હાજરી આપવી ગૌરવ… ચેરમેન ડૉ. રાજેશ્રી ડોડિયા

  • – ગરબીમાં દરરોજ ભા.જ.પ. ના આગેવાનો, ડોકટરો, સમાજ અગ્રણીઓની હાજરી.
  • – અવિરત ૪૧ વર્ષ પૂરા કરી ૪ર વર્ષની સફળતામાં રહીશોની એકતા કારણભૂત.
  • – સમિતિના પ્નમુખ જયંત પંડયાની સૌને સાથે રાખવાની ભાવનાથી સફળતા… સુરેશ બારભાયા.
  • – બેડા, દિવડા, ટીપ્પણી, છત્રી રાસ બેનમૂન, માનવ મહેરામણ ઉમટે છે.


અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે ૪ર મા વષ્ર્ો સામુહિક એકતાના કારણે અને બાળઓના સર્વાંગી કૌશલ્યનું પ્નદર્શનથી સૌ કોઈ પ્નભાવિત થાય છે. પ્નાચીન ગરબીને ૪૧ વર્ષ પુર્ણ કર્યા તે બેજોડ બાબત છે. સમિતિના જયંત પંડયાની સૌ કોઈને સાથે રાખવાની ભાવનાથી રહીશો ઉપરાંત રાજકોટની સામાન્ય પ્નજા પણ પ્નભાવિત છે તે નજરે જોવા મળે છે. રાજય–કેન્દ્રના વિકાસશીલ કામોમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહીશો અગે્રસર હોય છે. શહેર–પ્નદેશ ભાજપના આગેવાનો હરહંમેશ સમિતિ સાથે આદાનપ્નધાન કરતાં હોય છે તે ગૌરવપ્નદ છે.
જીવનનગર પ્નાચીન ગરબીમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન, ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએ દિપ પ્નાગ્ટય કરી જણાવ્યું કે આ ગરબીમાં હાજરી આપવાનું ચૂકી જઈએ તો અમોને અધુરપ લાગે છે. ૪ર મા વર્ષના કાર્યક્રમમાં હાજરી આપતા ગૌરવ અનુભવું છું. કિશોરભાઈ ડોડિયાનું સન્માન સમિતિએ કર્યું હતું.
ગરબીમાં શહેરના શ્રેષ્ઠી દાતા સુરેશભાઈ બારભાયા, ડૉ. નિરજ ખંધેડીયા, બિનીતા ખંધેડીયા, પ્નસુતી ડૉ. દિપ્તીબેન ચોકસી, પ્નજ્ઞાબેન ખંધેડીયા, ભારતીબેન રાવલ, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, સહિત સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. કિશોરભાઈ ડોડીયા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, ડૉ. દિપ્તીબેન ચોકસી, ડૉ. નિરજ ખંધેડીયાએ લ્હાણી વિતરણ કર્યું હતું.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોને આવકારતા જણાવ્યું કે રૈયા રોડ ઉપર આ ગરબીનું સ્થાન લોકહૃદયમાં છે. સૌ કોઈ પરિવાર સાથે આવવાનું પસંદ કરે છે. મહાદેવધામમાં સેવાકીય કાર્યોની સૌ કોઈ નોંધ લે છે. માનવ મંદિર નામ જાહેર થયું છે. ગરબીમાં કાયમ માટે ધૂણવા ઉપર પાબંદી છે સાથે એકપણ ધાર્મિક ક્રિયાકાંડો કરવામાં આવતા નથી. કલા–સંસ્કૃતિ–કૌશલ્ય, શિસ્ત, મર્યાદા, આદર્શના દર્શનથી અભિભૂત થવાય છે તેવા સમિતિના કાર્યો છે.
મહિલા કમિટીના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા વકીલ, આશાબેન મજેઠીયા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ, વિનુભાઈ ઉપાધ્યાય, કેતન મકવાણા, વિનોદરાય ભટ્ટ, નવીનભાઈ પુરોહિતની અથાગ મહેનતથી રાસ–ગરબામાં ચાર ચાંદ લાગી ગયા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM