


રિપોર્ટ : ચિરાગ પાંડેય
આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર)માં નવરાત્રી અંતર્ગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને નવલી નવરાત્રીના ગરબા ઉપર માતાજીની આરાધ્યા કરવાનો મોકો મળ્યો હતો. શાળાના આ કાર્યક્રમને દિપાવવા માટે અને બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર શ્રી જાગૃતીબેન કાકાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બંને મહાનુભાવો શાળાના બાળકો સાથે ગરબે ઘુમીયા હતા અને કાર્યક્રમના અંતે માતાજીની આરતી ઉતારી શાળા પરિવારના તમામ સભ્યોએ આપણી સંસ્કૃતને જાળવી રાખવા માટે સારા એવા કાર્યક્રમનુ સમાપન કર્યું હતું.

