ત્યૌહારો જીવનને મંગલ, સ્વચ્છ, ભક્નિું સમન્વય… ડે. મેયર દશિર્તાબેન

વૃત્તિ–પ્નવૃત્તિ, મન–સમાજના કુરિવાજોને નાબુદ કરી શકે… જયંત પંડયા

– જીવનનગર પ્નાચીન ગરબીમાં હાજરી આપવી ગૌરવ છે… ડૉ. દિપ્તીબેન ચોકસી.
– શરદપૂનમે મહિલા મંડળનું સન્માન થશે. ગરબીનું ૪ર વર્ષ યાદગાર.
– ૬૦ બાળાઓના વાલી–રહીશો આયોજનથી ખુશખુશાલ.


અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે ૪ર મા વષ્ર્ો રહીશો, વાલી અને નાગરિકોને બેડા, ટીપ્પણી, દિવડા સહિત પ્નાચીન રાસ–ગરબાએ ખુશખુશાલ કરી દીધા હતા. વૃત્તિ–પ્નવૃત્તિ મન–સમાજના કુરિવાજોને નાબુદ કરી શકે છે. ત્યૌહારો જીવનને મંગલ, સ્વચ્છ ભક્મિય તરફ દોરી જાય છે તે સંબંધી વાત કરવામાં આવી હતી. શરદપૂનમે મહિલા મંડળ અને સુરનિધિ કરાઓકે ગ્રૃપના કલાકારોનું સન્માન કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર ડૉ. દશિર્તાબેન શાહે દિપ પ્નાગ્ટય, લ્હાણી વિતરણ કરતાં જણાવ્યું કે જીવનનગરની ૪ર વર્ષ સુધીની સાતત્યતા તેમની નિષ્ઠા, શ્રધ્ધેયતા સાબિત કરે છે. હુ જયંત પંડયાની વિજ્ઞાન સાથે સાંસ્કૃતિક પ્નવૃત્તિઓ નજરે જોઉં છું. સતત કામ કરવું અને સકારાત્મક વલણ વ્યક્નિી ઓળખ બની જાય છે તેથી હરહંમેશ હાજરી આપવાનું મન થાય છે. ત્યૌહારો જીવનને મંગલ, સ્વચ્છ અને ભક્મિય તરફ દોરી જાય છે. તેનો આનંદ સ્વને અનુભવ થાય છે. જીવનનગર સમિતિએ રાજયમાં ગૌરવપ્નદ સ્થાન લીધું છે તેનો આનંદ છે. ડૉ. દર્શિતાબેન, ડૉ. દિપ્તીબેન, રિધ્ધીબેન, નીતાબેન વિગેરેએ બાળાઓને લ્હાણી આપી ધન્યતા અનુભવી હતી.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ વૃત્તિ–પ્નવૃત્તિ, મન સમાજના કુરિવાજો, દુર્ગણોને નાબુદ કરી શકે છે. માનવના જીવનમાં હર પળે શીખવા મળે છે. અનુભવથી જીવનમાં ફેરફાર કરે છે તે જ પ્નગતિ કરી શકે છે. આ ગરબીમાં હિન્દુ–મુસ્લિમ બાળાઓ, તેના વાલી વર્ષોથી ભાગ લે છે તે અમારું ગૌરવ છે. પ્નાચીન ગરબીને આદર્શ ગરબીનું બિરૂદ મળ્યું છે. પરિવાર સાથે લોકો જોવા આવે છે.
મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, યોગીતાબેન જોબનપુત્રા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા વકીલ, આશાબેન મજેઠીયા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલની ઉત્કૃષ્ઠ કામગીરીએ ગરબીમાં ચાર–ચાંદ લગાવ્યા છે. આ મહિલા મંડળનું શરદપૂનમે ભવ્ય સન્માન થશે.
સમિતિના પ્નમુખ જયંત પંડયાના વડપણ હેઠળ મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, નવીનભાઈ પુરોહિત, પંકજભાઈ મહેતા, કેતનભાઈ મકવાણા, વિનોદરાય જે. ભટ્ટ, પાર્થ ગોહેલ, ગોવિંદભાઈ ગોહેલ, અંકલેશ ગોહિલ, વિનુભાઈ ઉપાધ્યાય સહિત કાર્યકરો સતત દેખરેખ રાખે છે.
ફોટો તસ્વીર : રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર ડૉ. દશિર્તાબેન શાહ દિપ પ્નાગ્ટય કરે છે. બાજુમાં ડૉ. દિપ્તીબેન, સમિતિના જયંત પંડયા, મંડળ દ્રષ્ટિપાત થાય છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM