એડવોકેટ દ્વારા વિદ્યાર્થીઓ ને પોક્સો કાયદા અંગે માહિતી પુરી પાડવામાં આવી
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ની ઝેનિથ હાઈસ્કૂલ ખાતે એડવોકેટ દ્વારા વિદ્યાર્થી ઓ ને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટ ના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી ઓ ને પોક્સો એક્ટ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી



ગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત કાનુની સેવા સત્તા મંડળ ના પેટ્રોન ઈન ચીફ અરવિંદ કુમાર સાહેબ તથા એક્ઝીક્યુટીવ ચેરમેન . સોનિયાબેન ગોકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ દ્વારા તારીખ ૨6 સપ્ટેમ્બર થી તા 20 ઓક્ટોબર સુધી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજો માં વિદ્યાર્થીઓ ને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટ ના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિર ના આયોજન ના ભાગ રૂપે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અંકલેશ્વર ના સર્વોદય નગર વિસ્તાર માં આવેલ ઝેનિથ હાઈસ્કૂલ ખાતે એડવોકેટ અશોક દાણી અને એડવોકેટ માનવ શાહ ની અધ્યક્ષતા હેઠળ પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી ઓ ને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટ ના કાયદા અંગે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમ માં ઝેનિથ હાઈસ્કૂલ ના આચાર્ય ઇકબાલભાઇ પટેલ સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
