ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રાનું અંકલેશ્વર માં આગમન

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ભાજપ ની ગુજરાત ગૌરવ યાત્રા ભરૂચ જિલ્લા ના હાંસોટ તાલુકા માં આગમન બાદ ગૌરવ યાત્રા નું અંકલેશ્વર માં આગમન થતા ગડખોલ પાટિયા પાસે ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કરી આવકારી હતી

વિધાનસભાની ચુંટણીના ભણકારા વચ્ચે ભાજપની ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ જનતાને આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત તારીખ-૧૨ અને ૧૩મી ઓકટોબરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નંદા ના હસ્તે બહુચરાજીથી માતાના મઢ,દ્વારકાથી પોરબંદર ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જયારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ સંત સવૈયાનાથજી ઝાંઝરકાથી સોમનાથ,ઉનાઈ માતાજી મંદિર ખાતેથી ફાગવેલ અને ઉનાઈથી અંબાજી સુધીની ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે ગૌરવ યાત્રાનું સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાંથી ભરૂચ જીલ્લા હાંસોટ તાલુકા માં આગમન થયું હતું આ યાત્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ની આગેવાનીમાં અંકલેશ્વર તાલુકા માં પ્રવેશી હતી અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે આગમન થતા સાંસદ મનસુખ વસાવા,પ્રભારી જનક બગદાણાવાળા,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, જીલ્લા હોદેદારો, ચાર મંડલના પ્રમુખશ્રીઓ,અંકલેશ્વર તાલુકા પંચાયત, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ,ગેમલસિહ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવા,સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું બાદ ગડખોલ પાટિયા નજીક માં આવેલ આવેલ મેદાનમાં જાહેરસભામાં ફેરવાઈ હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM