બારડોલી ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય આતિષબાજી સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત

ગુજરાત ગૌરવ યાત્રા બારડોલી વિધાનસભા ના પલસાણા બાદ બારડોલી ખાતે પહોંચી હતી…જ્યાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય આતિષબાજી સાથે યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…..ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારના વિકાસના ગૌરવપુર્ણ કાર્યો જન જન સુઘી પહોચાડવા ગુજરાત ગૌરવ યાત્રા તથા ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા ઉનાઇ થી ફાગવેલ અને ઉનાઇ થી અંબાજી યાત્રા પ્રારંભ દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહે યાત્રાને પ્રસ્થાન કરાવ્યુહતું .નવસારી જીલ્લાના ઉનાઈ થી નીકળેલી આ ગુજરાત ગૌરવ યાત્રા આજ રોજ સુરત જીલ્લાના બારડોલી વિધાનસભાના પલસાણા થી નીકળી બારડોલી આવી પહોચતા બારડોલી તાલુકા ભાજપા તેમાજ બારડોલી નગર દ્વારા ઢોલ ત્રાંસા અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . જ્યાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિહ વાઘેલા અને કેન્દ્રીય રેલવે અને ટેકસટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ એ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું…સ્વાગત સમયે સુરત જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઇ, યોગેશભાઈ પટેલ,જિલ્લા પ્રભારી ભરતભાઈ રાઠોડ , બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પલસાણા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, પ્રભારી જીગર ભાઈ નાયક, મોહનભાઈ આહીર., ધર્મેન્દ્રભાઈ મેઘાત, વૈશાલીબેન પટેલ, નીલેશભાઈ દેસાઇ સહિત સંગઠનના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…

બારડોલી — સંજય પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *