વાલિયા તાલુકાના વાગલખોડ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વિદ્યાર્થી દિવસ અને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યુ હતુ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વાલિયા ના વાગલખોડ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વિદ્યાર્થી દિવસ અને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા વાલિયાના મામલતદારના પરિપત્ર ના આધારે કરવામાં આવ્યું જેમાં શાળામાં
ચિત્ર સ્પર્ધા રંગપૂર્ણ હરીફાઈ અને દિવાળી કાર્ડ હરીફાઈ વક્તુત્વ સ્પર્ધા હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રાથમિક શાળાની ટીમો બનાવી 80 બાળકોએ ભાગ લીધો ચિત્ર સ્પર્ધામાં મતદાન જાગૃતિ ના ચિત્રો રંગોળી માં મતદાન જાગૃતિ વૃક્ષ બચાવો દિવાળી ગ્રેટીંગ્સ કાર્ડમાં હેપ્પી દિવાલી મતદાન જાગૃતિ ને લગતા ગ્રીટીંગ્સ કાર્ડ શાળાની દીકરીઓ એન્જલ બેન પુંજાબેન કશીશ બેન પ્રિયંકાબેન સ્નેહાબેન નિખિલભાઇ અર્ચનાબેન અનેરીબેન સોહાની બેન આ વિદ્યાર્થીનીઓ ગ્રુપ લીડર બની વિવિધ સ્પર્ધા નું સુંદર આયોજન કર્યું હતું આ પ્રસંગે વાલિયા મામલતદાર માધવીબેન ડી મિસ્ત્રી નાયબ મામલતદાર નિકુંજભાઈ ચૂંટણી અધિકારી વર્ષાબેન મધ્યમ ભોજન સુપરવાઇઝર અમીશાબેન તેમજ ગામની એસએમસી અને ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના સરપંચ કમળાબેન તથા કૌશલ્યાબેન રમીલાબેન સુધાબેન સોમચંદભાઈ મુકેશભાઈ કંકુબેન અનસુયાબેન વગેરે ગામમાંથી સભ્યો હાજર રહ્યા હતા શાળાના બાળકોએ સુંદર ચિત્રો અને રંગોળી કામ કર્યું હતું શાળાના આચાર્ય કાલિદાસ રોહિત એ સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા સાથે સાથે આજરોજ ડાયટ પ્રાચાર્ય કલ્પનાબેન ઉનડકટ દ્વારા શાળા મુલાકાત લેવામાં આવી હતી તેમણે વિદ્યાર્થીઓનું વાંચન લેખન અને ગણન સ્ટુડન્ટ કાર્ડ રિપોર્ટની પણ ચકાસણી કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM