પ્રધાનમંત્રી સંગ્રહાલય સ્વતંત્રતા પછીના ભારતના દરેક પ્રધાનમંત્રીને સમર્પિત સ્મૃતિ સંગ્રહ છે, અને છેલ્લા 75 વર્ષોમાં દરેક પ્રધાનમંત્રીએ આપણા રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે તેનો એક વર્ણનાત્મક રેકોર્ડ છે. તે સામૂહિક પ્રયાસોનો ઇતિહાસ છેઅને ભારતની લોકશાહીની સર્જનાત્મક સફળતાનો શક્તિશાળી પુરાવો છે. આપણા પ્રધાનમંત્રીઓ સમાજના દરેક વર્ગ અને સ્તરોમાંથી આવ્યા હતા, કારણ કે લોકશાહીના દરવાજા સૌના માટે સમાન રીતે ખુલ્લા હોય છે. દરેકે વિકાસ, સામાજિક સમરસતા અને આર્થિક સશક્તિકરણની સફરમાં એક મહત્વપૂર્ણ પદચિહ્ન છોડ્યું છે, જેણે ભારતને સ્વતંત્રતાનો સાચો અર્થ આપવા સક્ષમ બનાવ્યું છે. આપણને બ્રિટિશ શાસનના કાટમાળમાંથી એક ગરીબ જમીન વારસામાં મળી છેઅને સૌએ સાથે મળીને તેને નવજીવન આપ્યું છે, આપણા દેશને ભૂખમરા સાથે વંચિત રાષ્ટ્રની સ્થિતિમાંથી તેનો ઉત્કર્ષ કરીને અન્નની સિલક ધરાવતા રાષ્ટ્રય સુધીના દરજ્જા સુધી આવ્યા છીએઅને લોકોના લાભ માટે વેપારન પ્રદેશ પર માળખાકીય સુવિધાઓનું સર્જન કર્યું છે.

ભારતના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરુ 16 વર્ષ સુધી જ્યાં રહ્યાં હતા તે મકાન એટલે કે તીન મૂર્તિ એસ્ટેટપ્રધાનમંત્રી સંગ્રહાલય બનાવવા માટે કુદરતી માહોલ પૂરો પાડતું હતું, કારણ કે આ સાતત્યની ગાથા છે. આ સંગ્રહાલય એક એવું નિરંતર સંમિશ્રણ છે જેનો પ્રારંભ પુનરોદ્ધાર કરાયેલા અને નવીનીકૃત નહેરુ મ્યુઝિયમની ઇમારતથી થાય છે, જે હવે શ્રી જવાહરલાલ નહેરુના જીવન અને યોગદાન પર સંપૂર્ણ રીતે અપડેટ કરેલું અને ટેકનોલોજીની દૃશ્ટિએ અદ્યતન પ્રદર્શન પૂરું પાડતું ભવન છે. નવા પેનોરોમામાં એક વિભાગનો સમાવેશ થાય છે જેમાં દુનિયાભરમાંથી તેમને મોટી સંખ્યામાં મળેલી દુર્લભ ભેટોને પ્રદર્શિત કરેલી છે પરંતુ અત્યાર સુધીને તેને ક્યારેય પ્રદર્શનમાં મૂકવામાં આવી નથી.

સ્વતંત્રતાના સંગ્રામ અને એક મહાન બંધારણના નિર્માણથી આધુનિક ભારતની ગાથાનો પ્રારંભ થાય છે. આ સંગ્રહાલય, કેવી રીતે આપણા પ્રધાનમંત્રીઓએ વિવિધ પડકારોમાંથી રાષ્ટ્રને દિશાસૂચન આપ્યું અને દેશની સર્વાંગી પ્રગતિ સુનિશ્ચિત કરી તેની ગાથાનું પણ નિરૂપણ કરે છે. આ ગાથામાં યુવા પેઢી માટે એક સંદેશ રહેલો છે કે: જ્યારે આપણે ભારતને ન્યૂ ઇન્ડિયામાં પરિવર્તિત કરીએ છીએ ત્યારે જીતવા માટે આપણી સમક્ષ ઘણી મોટી ક્ષિતિજો છે.

ભારત સરકારે 2016માં નવી દિલ્હીમાં તીન મૂર્તિચોકની સામે આવેલા તીન મૂર્તિ એસ્ટેટમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયની સ્થાપના કરવાનો વિચાર રજૂ કર્યો હતો. ભારતના તમામ પ્રધાનમંત્રીઓના જીવન અને રાષ્ટ્ર માટે તેમણે આપેલા યોગદાન વિશેની માહિતીના એકત્રીકરણ, દસ્તાવેજીકરણ, સંશોધન અને પ્રસાર ધ્યાન કેન્દ્રિત કરીને એક સમકાલીન ઇમારત પરિસંકુલની પરિકલ્પના એક પ્રીમિયર સંસ્થા તરીકે કરવામાં આવી. આ ઇમારતનું ક્ષેત્રફળ 10491 ચો.મી. છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 306 કરોડ રૂપિયા છે. મે 2019માં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને આ પ્રોજેક્ટની નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જોકે બિલ્ડિંગ ઘટકનો અમલ CPWD દ્વારા કરવામાં આવતો હોવા છતાં, સામગ્રી અને ટેકનોલોજીના ઘટકનો અમલ NMML દ્વારા કરવામાં આવે છે.
સંગ્રહાલયની ઇમારતની ડિઝાઇન ઉભરતા ભારતની ગાથા પરથી પ્રેરિત છે. સંગ્રહાલયની નવી ઇમારતને પ્રધાનમંત્રી સંગ્રહાલય ઇમારત- 1 સાથે સંકલિત કરવામાં આવી છે. ડિઝાઇનમાં દીર્ઘકાલિન અને ઉર્જા સંરક્ષણ પ્રથાઓને સમાવી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર ઓક્ટોબર, 2018માં કામ શરૂ કરવામાં આવ્યું હતું. અહીંથી એકપણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી કે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું નથી. સંગ્રહાલયનું કુલ ક્ષેત્રફળ 15,619 ચો.મી. (ઇમારત- Iનું ક્ષેત્રફળ I 5,128 ચો.મી. વત્તા ઇમારત- IIનું ક્ષેત્રફળ10,491 ચો.મી.) છે. તેના નિર્માણમાં પર્યાવરણીય બાબતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સંગ્રહાલયના લોગોમાં રાષ્ટ્ર અને લોકશાહીનું પ્રતીક ધરાવતું ધર્મ ચક્ર હાથમાં રાખેલા ભારતના લોકોના હાથ દર્શાવ્યા છે.
સામગ્રી તૈયાર કરવા માટે પ્રસાર ભારતી, દૂરદર્શન, ફિલ્મ વિભાગ, સંસદ TV, સંરક્ષણ મંત્રાલય, મીડિયા ગૃહો (ભારતીય અને વિદેશી), વિદેશી સમાચાર એજન્સીઓ, વિદેશ મંત્રાલયના તોશાખાના (MEA, પ્રધાનમંત્રીના પરિવારો) જેવી સંસ્થાઓ સાથે મળીને સંસાધનો/ભંડારો દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીને ઉપયોગમાં લેવામાં આવી હતી. આર્કાઇવ્સ (ખાનગી પેપર સંગ્રહો, એકત્રિત કાર્યો અને અન્ય સાહિત્યિક કૃતિઓ, મહત્વપૂર્ણ પત્રવ્યવહાર), કેટલાક વ્યક્તિગત પ્રભાવો, ભેટ અને સ્મૃતિચિહ્નો (બહુમાન, સન્માન, ચંદ્રકો, સ્મારક ટપાલ ટિકિટ, સિક્કા વગેરે)નો પણ યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીઓ જીવનના વિવિધ પાસાઓને વિષયોના સ્વરૂપમાં દર્શાવવા માટે તેમના ભાષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી સંગ્રહાલયે સામગ્રી અને પ્રદર્શનના વારંવાર પરિભ્રમણમાં વૈવિધ્યને સમાવવા માટે ટેકનોલોજી આધારિત ઇન્ટરફેસનો ઉપયોગ કર્યો છે. હોલોગ્રામ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઑગમેન્ટેડ રિયાલિટી, મલ્ટી-ટચ, મલ્ટી-મીડિયા, ઇન્ટરેક્ટિવ કિઓસ્ક, કોમ્પ્યૂટરાઇઝ્ડ કાઇનેટિક સ્કલ્પચર્સ, સ્માર્ટફોન એપ્લિકેશન્સ, ઇન્ટરેક્ટિવ સ્ક્રીન્સ, પ્રયોગાત્મક ઇન્સ્ટોલેશન્સ વગેરે પ્રદર્શનની સામગ્રીને અત્યંત ઇન્ટરેક્ટિવ બનવા માટે તેને સમર્થ બનાવે છે.
