
ગોપાલ કિરણ સમાજ સેવી સંસ્થા ગ્વાલિયર દ્વારા ગાંધીનગર ગુજરાત ના સામાજિક કાર્યકર અને હિન્દી ગુજરાતી કવિ લેખક, અનુવાદક અને પત્રકાર ડૉ ગુલાબ ચંદ પટેલ ને ગ્લોબલ એચીવર્ષ ડૉ બી આર આંબેડકર એવોર્ડ – 2022 માટે સંસ્થા ના અધ્યક્ષ શ્રી શ્રી પ્રકાશ નિમરાજે દ્વારા પસંદગી કરવામાં આવી છે.
ભારત સંવિધાન દિવસ પર યોજાનાર અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં ડૉ પટેલ ને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે
ડૉ પટેલ છેલ્લા 14 વર્ષ થી વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો માટે વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને તેઓએ અત્યાર સુધી માં 500 જેટલા કાર્યક્રમો યોજાયા છે જેમાં 350 જેટલા કાર્યક્રમો સ્કૂલ કોલેજ માં યોજ્યા છે.
તદ ઉપરાંત આત્મહત્યા નિવારણ કાર્યક્રમો પણ વિદ્યાર્થીઓ ની જાગૃતિ માટે યોજે છે.
ડૉ પટેલ રેસ ઇન રેન ટ્રસ્ટ મુંબઈ સાથે જોડાઈ મહિલાઓ માટે છેલ્લા સાત વર્ષથી બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમો યોજે છે.
તેઓને સામાજિક કાર્ય માટે એક સો થી વધુ સન્માન ત્થા પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
ડૉ ગુલાબ ચંદ પટેલ હિન્દી ગુજરાતી સાહિત્ય ના પ્રચાર પ્રસાર માટે સાહિત્યિક પ્રવૃતિ ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થા ના અધ્યક્ષ પદે રહી ને કરે છે. તેઓના કુલ મળીને 14 પુસ્તકો હિન્દી ગુજરાતી ભાષા માં પ્રકાશિત થયા છે. તેઓને સાહિત્ય માં પાંચસો થી વધુ સન્માન ત્થા પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
તાજેતરમાં તેઓને ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર ના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર દ્વારા શાલ સન્માન પત્ર અને રૂપિયા એક લાખ ની રાશિ નો ચેક પ્રદાન કરવા માં આવ્યો છે.
ડૉ પટેલ ને ખંભોલજ સાહિત્ય સેવા સંસ્થા ના પ્રમુખ શ્રી શૈલેષ વાણિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
