નૂતન ફાર્મસી કૉલેજ ખાતે ઓનલાઇન ફાર્માસિસ્ટરિફ્રેશર કોર્સ યોજાયો.

તારીખ ૦૫ અને ૦૬ નવેમ્બર ના રોજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, અમદાવાદ ના સહયોગ થી ઓનલાઇન  “ફાર્માસિસ્ટ રિફ્રેશર કોર્સ નું” સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત માંથી ૩૦૦ થી પણ વધારે ફાર્માસિસ્ટ મિત્રો એ આ રિફ્રેશર કોર્સ નો ઓનલાઇન પ્લેટફોર્મથી લાભ લીધેલ હતો. સંસ્થા ના પ્રિન્સિપાલ ડો.ઉજાશ શાહ સાહેબે જણાવ્યું હતું કે સમગ્ર દેશ અને ગુજરાત માં ફાર્માસિસ્ટ ની માંગ વધી રહી છે તે સમયે નૂતન ફાર્મસી કોલેજ ખાતે વિવિધ સેમિનાર્સ,કૉંફેરેંસેસ, સ્ટાર્ટઅપ પ્રોજેક્ટસ, ઈન્ડિસ્ટ્રી કૉલોબ્રોટેવ પ્રોજેક્ટસ, અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ્સ થી સજ્જ લેબોરેટીસ જેવી અનેક વિવિધ સુવિધા પુરી પાડવામાં આવે છે તથા આગામી સમય માં સંસ્થા ફાર્માસિસ્ટ મિત્રો ને લાભદાયી થવા રિફ્રેશર કોર્સ, રિન્યુઅલ કેમ્પ અને વિવિધ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવા બહેધરી આપી હતી. આયોજિત રિફ્રેશર કોર્સ માં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી ફેકલ્ટી ના ડિન અને સાર્વજનીક ફાર્મસી કોલેજ ના પ્રિન્સિપાલ ડો. સી. એન. પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ભારત માં ફાર્મસી ની વધતી જતી માંગ અને અધ્યાતન શંશોધન ના મહ્તવ પર પોતાના વિચારો રજુ કાર્ય હતા અને ફાર્મસી મિત્રો ને પોતાના વ્યવસાય માં પ્રગતિ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ના રેજીસ્ટ્રર શ્રી જશુભાઈ ચૌધરી સાહેબે ફાર્મસી કોઉન્સિલ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને ઓનલાઇન રિન્યુઅલ પ્રોસેસ, રિએન્ટ્રી, ન્યૂ રેજીસ્ટ્રેશન પ્રોસેસ ની વિગત વાર માહિતી આપી ફાર્મસીટ મિત્રો ને પ્રોત્સાહિત કાર્ય હતા.  સરદાર પટેલ કૉલેજ બાકરોલ , આણંદ ફાર્મસી કૉલેજ ના પ્રિન્સિપાલ ડો.કિશોર ઢોળવાની, ગણપત યુનિવર્સિટી ના પ્રોફેસર ડો. ઉમંગ ગજ્જર, નૂતન ફાર્મસી કૉલેજ ના પ્રિન્સિપાલ ડો. ઉજાશ શાહ, પ્રોફેસર ડો. હિરેન ચૌધરી, ડો. સેજલ પટેલ, હેલી અમીન, નિધિ શાહ  જેવા તજજ્ઞો એ ફાર્માસિસ્ટ મિત્રો ને વિવિધ વિષય પર પોતાના વિચારો અભિવ્યક્ત કાર્ય હતા અને વર્તમાન સ્પર્ધાત્મક સમય માં ફાર્માસિસ્ટ મિત્રો ને પોતાના વ્યવસાય માં ઉપયોગી વિષયો ની માહિતી પુરી પડી હતી. કાર્યક્રમ ના સફળ આયોજન બાદલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો. ડી, જે. શાહ  સાહેબ, રજીસ્ટ્રાર ડો. પ્રમોદકુમાર પાંડે સાહેબ, તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સંસ્થા ના પ્રિન્સિપાલ ડો. ઉજાશ શાહ, કોર્સ કોર્ડીનેટર ડો.હીરક જોશી તથા સમગ્ર ફાર્મસી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *