આવતીકાલે મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણતનો અદ્દભુત અવકાશી નજારો

– રાજયભરમાં ગ્રહણ સંબંધી ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો યોજાશે.
– નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવશે.
– વૈધાદિ નિયમો અપ્નસ્તુત, સુતક–બુતક બોગસ.
– રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.

કાલે ભારતમાં ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ જોવા મળશે


અમદાવાદ : ભારતમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ ગ્રસ્તોદય અવસ્થામાં જયારે વિશ્વના અમુક દેશો–પ્નદેશોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો આવતીકાલ મંગળવાર તા. ૮ મી નવેમ્બરે જોવા મળવાનો છે, આશરે ૩ કલાક ૪૦ મિનિટનો અવકાશી નજારો આહલાદક જોવા મળવાનો છે. ભારતમાં ગ્રહણના મોક્ષ સમયે આશરે ૩ થી ૪ મિનિટ જ ગ્રસ્તોદય નજારો લોકો જોઈ શકવાના છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા પ્નવર્તતે છે તેના ખંડન કાર્યક્રમોનું ભારત જન વિજ્ઞાન જાથાએ રાજયવ્યાપી આયોજન કર્યું છે. ગ્રહણ માત્ર ને માત્ર પરિભ્રમણની રમત, ભૂમિતિની રમત સિવાય કશું જ નથી. નકારાત્મક આગાહીઓની હોળી કરવામાં આવશે. ચંદ્રગ્રહણ નરી આંખે જોવામાં કશું જ નુકશાન નથી.
જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત ર૦૭૯ ના કાર્તિક પુનમ મંગળવાર તા. ૮ મી નવેમ્બરે મેષ રાશિ, ભરણી નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય અવસ્થામાં જોવા મળશે. જયારે એશિયા, ઓસ્ટે્રલિયા, પેસિફીક અને અમેરિકામાં અદ્દભુત આહલાદક ગ્રહણ જોવા મળવાનું છે. વૈજ્ઞાનિકો, આ સમયગાળામાં માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. જયારે ભારતમાં સદીઓથી ગ્રહણની આડઅસર બતાવી લેભાગુઓ લોકોને અવળે માર્ગે વાળે છે જેમાં લોકોની અજ્ઞાનતા કારણભૂત છે.
ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૧૪ કલાક ૩૯ મિનિટ ૧ર સેકન્ડ, ગ્રહણ સંમિલન : ૧પ કલાક ૪૬ મિનિટ ૩૯ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૬ કલાક ર૯ મિનિટ ૧૧ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ૧૭ કલાક ૧૧ મિનિટ ૩૬ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧૮ કલાક ૧૯ મિનિટ ૦૩ સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાન : ૧.૩૬૪, સંપુર્ણ ગ્રહણ હાલ ૦૩ કલાક ૪૦ મિનિટ રહેવાનું છે. દેશભરમાં જાથાની રાષ્ટ્રીય કચેરી ગ્રહણ નિદર્શન કાર્યક્રમોનું આયોજન કર્યું છે. લોકો આકાશ તરફ જોતા થાય, મીટ માંડે તેવું દાયકાથી અભિયાન ચાલી રહ્યું છે. અવકાશી ગ્રહણો, ખગોળીય ઘટના, ઉલ્કા વર્ષા, યુતિઓ, ગ્રહોનું નિદર્શન વિગેરે માહિતી જાથા વારંવાર લોકો સમક્ષ મુકે છે. ભારતમાં ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ ગણતરીની મિનિટો માટે જોવા મળશે. કુદરતી ખગોળીય અવકાશી ઘટના છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો કરે છે જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે કર્મકાંડ–ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો, તેની અસરો, જપ–તપ, દાન વિગેરે જે તે સમયના અમુક લેભાગુઓ, કર્મકાંડીઓને લોકોના માથા ઉપર મુકી દીધા છે તે જડમૂળથી દૂર કરવા જાથાએ રાષ્ટ્રવ્યાપી અભિયાન આદર્યું છે. ગ્રહણોનો નજારો કેવી રીતે બને છે તે ટી.વી. માં ઘરે બેઠા બેઠા જોઈ શકાય છે છતાં ગ્રહણોની અસર બતાવી લોકોને મુર્ખ બનાવવામાં આવે છે તે દુ:ખદ છે.
અંતમાં જયંત પંડયા જણાવે છે કે, આવતીકાલ સાંજે ગ્રહણ નિદર્શન કરાવી, નકારાત્મક આગાહીની હોળી કરવામાં આવશે, લોકો ચા–નાસ્તો કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવશે. વિશેષ માહિતી માટે મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *