સુરત કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘ સુરતમાં જાહેર સભા યોજી

સુરત: કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિકાસ કેબિનેટ મંત્રી ગિરિરાજ સિંઘ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત હિન્દી ભાષી સંમેલન કાર્યક્રમમાં હાજરી આપી જાહેર સભાને સંબોધી હતી. સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા સુડા સેકટર ત્રણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હિન્દી ભાષી સંમેલનમાં હાજરી આપી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં ભાજપ 150 થી વધુ બેઠકો જીતવાની ભવિષ્યવાણી વ્યક્ત કરી હતી.સુરતની મુલાકાતે આવેલા કેબિનેટ મંત્રી ગિરિરાજ સિંઘે કોંગ્રે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા અને કેજરીવાલ પાર્ટીને હિન્દૂ વિરોધી પાર્ટી અને કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ વગરની પાર્ટી તરીકે ઓળખવામાં આવી રહી હોવાનું કહ્યું હતું.

સુરતમાં ટેક્નિકલ ટેક્સટાઇલ બનતા થશે દેશને મોટો ફાયદો:ગિરિરાજ સિંઘ

ચૂંટણી લક્ષી કાર્યક્રમ અંતર્ગત સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગિરિરાજ સિંઘે સુરત શહેરનું વખાણ કરતા કહ્યું હતું કે સુરત શહેરમાં આગામી દિવસોમાં ટેક્નિકલ ટેક્સટાઇલ સ્થાપિત થશે તો સુરત સહિત સમગ્ર દેશને મોટો ફાયદો થશે જેથી ભારત દેશની અન્ય દેશો પર નિર્ભરતા સમાપ્ત થશે.

અરવિંદ કેજરીવાલ ફિલ્મ અભિનેતા હોત તો તમામ અભિનેતાઓને પછાળી કરી દેતે:ગિરિરાજ સિંઘ

ગિરિરાજ સિંઘ જાહેર સભા કાર્યક્રમ દરમ્યાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે જો કેજરીવાલ રાજકારણના બદલે અભિનેતાના છેત્રે હોત તો તમામ દિગગજ નેતાઓને પાછળ કરી દેતે…

કમલમ — સંજય પટેલ ( સુરત )

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *