સાવલીના ધારાસભ્યએ ચૂંટણી ફોર્મ ભરવા માટે સહકાર માંગતા સમર્થકોએ ચાદરની ઝોળી રૂપિયાથી છલકાવી દીધી

રિપોર્ટ : ચિરાગ પાંડેય

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે વધુ જામી રહ્યો છે. નેતાઓ લોકો સુધી પહોંચવા અને તેમની સાથેનું જોડાણ વધુ મજબુત કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં ગતરોજ પોઇચા ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં સાવલીના ધારાસભ્ય અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા કેતન ઇનામદારે જાહેર મંચ પરથી સમર્થકો પાસેથી ફોર્મ ભરવા જવા માટે યથાશક્તિ મદદ માંગી હતી. જેમાં કાર્યક્રમમાં મદદ એકત્ર કરવા માટે ચાદરની ઝોળી ફેરવવામાં આવી હતી. ગણતરીના સમયમાં જ સમર્થકોએ ચાદરની ઝોળી છલકાવી દીધી હતી. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ગતરોજ સાવલીના હાલના ધારાસભ્ય અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર ગતરોજ પોઇચા ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું કે, ફોર્મ ભરવા માટે એક રૂપિયો ખર્ચ હું મારા ખીસ્સામાંથી નથી કરવાનો.આમ કહેતા જ કાર્યક્રમમાં કેતન ઇનામદારને પૈસા આપવા માટે લોકોની પડાપડી થતી જોવા મળી હતી. અને લોકોએ ઝોળી સ્વરૂપે ફેરવેલી ચાદર પૈસાથી છલકાવી દીધી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *