અંકલેશ્વર યુવા ભાજપ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ નિમિતે રક્તદાન શીબીર યોજાઇ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ નિમિતે ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચા ના કાર્યકરો એ રક્તદાન કર્યું હતું .

નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતિ નિમિતે સમગ્ર ગુજરાત માં યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવું હતું ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વડોદરા ની ધ્વનિ બ્લડ બેન્ક ના સહયોગ થી હાંસોટ રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું ,આ રક્તદાન શિબિર નો શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ.ભરૂચ જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કણા ,અને નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા ના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો રક્તદાન શિબિર માં યુવા મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો એ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે શહેર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશ મોદી ,યુવા મહામંત્રી સંજય પટેલ ,જીગર પટેલ ,જનક શાહ સહીત મહિલા મોરચા ના હોદ્દેદારો તેમજ પાલિકા ના સભ્યો એ રક્તદાન કર્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *