
પ્રોજેક્ટો માટે તમામ જરૂરી નાણાકીય સહયોગ કરવામાં આવશે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકાના તમામ નુતન પ્રોજેક્ટો માટે જરૂરી તમામ નાણાકીય સહયોગ કરાશે


.સુરત મહાનગર પાલિકાના તમામ નુતન પ્રોજેક્ટો દરેક રીતે જરૂરી પ્રોજેક્ટો છે અને તેમાં સુરત શહેરીજનો માટે જરૂરી અને મહત્વના પ્રોજેક્ટો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે,તમામ પ્રોજેક્ટની વિગતો સાથે ગાંધીનગર આવો અને શ્રી પંકજ જોષી (પૂર્વ કમિશ્નર મનપા સૂરત) સાથે બેસીને વિવિધ દરખાસ્તો તૈયાર કરી રજૂ કરશો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સૂરત સરકીટ હાઉસ ખાતે સાસંદશ્રી સી.આર.પાટીલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા, ધારાસભ્ય સર્વશ્રી સંદિપભાઇ દેસાઇ, સંગીતાબેન પાટીલ, પુર્ણેશભાઇ મોદી, કિશોરભાઇ કાનાણી, વિનોદભાઇ મોરડીયા, કાંતિભાઇ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદભાઇ રાણા, મનુભાઇ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી દિનેશભાઇ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ તેમજ સુરત મહાનગર પાલિકાના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક માં મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી શાલીની અગ્રવાલે રજુ કરેલ પ્રેઝન્ટેશનને નિહાળ્યા બાદ મુખ્ય મંત્રી શ્રી એ જણાવ્યું હતુ. આ પ્રેઝન્ટેશનમાં સુરત ડુમસ ટુરિઝમ પ્રોજેક્ટ,સુરત મહાનગર પાલિકાનું આઇકોનિક બિલ્ડિંગ, તાપી શુદ્ધીકરણ પ્રોજેક્ટ, ગાંધીસ્મૃતિ ભવન, સ્મારક શહીદ ભવન તેમજ બેરેજ પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રોજક્ટેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલી બેઠકમાં શહેર પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિ રહ્યા હતા.
