સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદમાં G20 જનજાગૃતિ પોસ્ટર સ્પર્ધા

સમૂહ 20 એટલે વિશ્વના તાકાતવાન દેશોનું આર્થિક બાબતે ચિંતન કરતું વૈશ્વિક સંગઠન. આ G20સમૂહનું અધ્યક્ષ પદ ભારતને મલ્યુ છે, જે પ્રત્યેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. આ અંતર્ગત સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદ ખાતે વિધ્યાર્થીઓમાં જનજાગૃતિ આવે તે હેતુથી પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ G20 પ્રોગ્રામ અંતર્ગત ચિત્ર/પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. પ્રસ્તુત સ્પર્ધાનો વિષય “G20ના સભ્ય દેશો” એવો રાખવામાં આવ્યો હતો. સ્પર્ધામાં ૦૮ વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહભેર ભાગ લેધો હતો. વિદ્યાર્થીઓએ જી20 સમૂહના વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ કે જે દરેક દેશની એક આગવી ઓળખ અને આન-બાન-શાન રજુ કરે છે, એવું ચિત્ર/પોસ્ટર દ્વારા દર્શાવી સ્પર્ધાત્મક માહોલ ઊભો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ વ્યાપારમાં આ જી20સમૂહના સભ્ય દેશોની હિસ્સેદારી 75% છે, તે સંદર્ભમાં ભારતનું અધ્યક્ષ તરીકે માર્ગદર્શક હોવુ એ ભારતનો વૈશ્વિક દબદબો બતાવે છે. આ પોસ્ટર સ્પર્ધામાં કુ. પાયલ જોશી અને કુ. ધ્રુવી વરસાત પ્રથમ ક્રમે, કુ.દિવ્યાબેન જોશી અને કુ. ખુશ્બુબેન મઢવી દ્વિતિય ક્રમે અને કુ. પુષ્પાબેન ચૌધરી અને સુરેશ વાણીયા ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા હતા.
સ્પર્ધાનું સંચાલન G20 પ્રોગ્રામના નોડલ ઓફિસર પ્રો. અશોકભાઈ દરજીએ કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયક તરીકે રસાયણશાસ્ત્ર વિભાગના પ્રો. ડો. ગોવિંદ વારડે અને પ્રાણીશાસ્ત્ર વિભાગના પ્રો. નિહાર નિમ્બાર્કે ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં પ્રો. દેવેન્દ્રભારતી બી. ગોસ્વામીએ G20 પ્રોગ્રામના કો-નોડલ ઓફિસર તરીકે તેમજ કોલેજની મીડિયા સમિતિના સંયોજક તરીકે પોતાની ફરજ બજાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *