માંડવી અને બારડોલી તાલુકાઓ ખાતે નિર્માણ થઇ રહેલી સુરત બલ્ક પાઈપલાઈન યોજનાની મુલાકાત લેતા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

સુરત જિલ્લાના બારડોલી, માંડવી અને પલસાણાના તાલુકા ૯૮ ગામ અને ૨ શહેર મળી કુલ ૪.૭૨ લાખ વસ્તીને દૈનિક ૧૨૬.૧૨ કરોડ લીટર પીવાનું શુધ્ધ પાણી મળશે

સુરત જિલ્લાના બારડોલી, માંડવી અને પલસાણાના તાલુકા ૯૮ ગામ અને ૨ શહેર મળી કુલ ૪.૭૨ લાખ વસ્તીને દૈનિક ૧૨૬.૧૨ કરોડ લીટર પીવાનું શુધ્ધ પાણી મળશે રાજ્ય સરકાર દ્વારા તાપી નદી પરના કાકરાપાર વીયર ઈન્ટેકવેલ આધારીત સુરત બલ્ક પાઈપલાઈન યોજના અંતર્ગત માંડવી તાલુકાના તરસાડાબાર અને બારડોલી તાલુકાના કડોદ ગામ સ્થિત સાકારીત થનાર ફિલ્ટર પ્લાન્ટ તથા ઈન્ટેકવેલની જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીંધી હતી. આ અવસરે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ‘‘ગામના મૂળમાં રહેલા અગત્યના પ્રશ્નોનું નિરાકરણ લાવવા આજે સરકાર તમારા ઘર આંગણે આવી છે”.  વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, લોકોને આવનાર દિવસોમાં પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે કરવાની થતી તમામ કામગીરી સત્વરે પૂર્ણ કરવા તેમજ આગોતરા આયોજન સંદર્ભે સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ સુરત બલ્ક પાઈપલાઈન યોજના અંદાજીત રૂ.૩૨૯ કરોડના ખર્ચે સાકારિત થનાર ઈન્ટેક સ્ટ્રક્ચર, ૬૧.૨૦ કિ.મી. એમ.એસ અને ૨૩.૬૬૫ કિ.મી. ડી.આઈ કે-૭ની રાઈઝીંગ મેઈન પાઈપ લાઈન, ૨૦૦ MLD કાકરાપાર વીયર ઈન્ટેક સ્ટ્રક્ચરનું રોવોટર, કડોદગામ ૧૪૦ MLD અને તરસાડાબાર ખાતે ૧૩ MLD ફિલ્ટર પ્લાન્ટ, ૨૦૯.૨૧૩ કિ.મી. ગ્રેવીટી મેઈન પી.વી.સી. પાઈપલાઈન તથા ૭૫થી ૩૧૫ KW(૨૮ નંગ) પંપીંગ મશીનરીના મુખ્ય ઘટકો થકી સુરત જિલ્લાના બારડોલી, માંડવી અને પલસાણાના તાલુકા ૯૮ ગામ અને ૨ શહેર મળી કુલ ૪.૭૨ લાખ વસ્તી માટે દૈનિક ૧૨૬.૧૨ કરોડ લીટર પીવાનું શુધ્ધ પાણી મળશે. મંત્રીશ્રીનીએ મુલાકાત પ્રસંગે માંડવી તાલુકાના તરસાડાબાર ગામે આદિજાતિમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ જ્યારે બારડોલી તાલુકાના કડોદ ગામ ખાતે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, કડોદ પંચાયત સરપંચ શીલાબેન, ડે. સરપંચ ધ્વનિ ભાવસાર, બારડોલી તાલુકા સંગઠન પ્રમુખ જૈન્તિભાઈ, પંચાયતના સભ્યો, મુખ્ય ઈજનેર તેજસ પરમાર, અધિક્ષક ઈજનેર શશી વાઘેલા, કાર્યપાલક ઈજનેર રજનીકાંત ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર જતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM