વ્યારામાં લાયનહાર્ટ ગૃપના હિન્દુ- મુસ્લિમ ધર્મના યુવાનોએ બિનવારસી લાશની હિન્દુ રીતરિવાજ સાથે અંતિમ ક્રિયા કરી માનવતાની મહેંક પ્રસરાવી…

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

વ્યારામાં લાયનહાર્ટ ગૃપના હિન્દુ- મુસ્લિમ ધર્મના યુવાનોએ બિનવારસી લાશની હિન્દુ રીતરિવાજ સાથે અંતિમ ક્રિયા કરી માનવતાની મહેંક પ્રસરાવી…

માનવતા મરી પરવારી નથી…. તા.૧૨/૦૨ /૨૦૨૩ ના રવિવારના રોજ વ્યારા ખાતે આશરે ૫૧ વર્ષીય વૃદ્ધની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ લાયન હાર્ટ ગૃપના અધ્યક્ષ રાજુભાઇ જાધવને કરવામાં આવી હતી.રાજુભાઈને જાણ થતાં તાત્કાલિક ધોરણે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે પહુંચી પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ તથા પોલીસ કાર્યવાહી પુરી કરી બિનવારસી લાશની લાયન હાર્ટ ગૃપના હિન્દુ – મુસ્લિમ ધર્મના મેમ્બરોએ હિન્દુ રીતરિવાજ સાથે વિધી પ્રમાણે અંતિમ સંસ્કાર કરી ફરી એકવાર માનવતા મહેંક
પ્રસરાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *