ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા નવા ધારાસભ્યો માટે સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા તારીખ ૧૨ ફેબ્રુઆરી રવિવારના રોજ અમદાવાદ વસ્ત્રાલ ખાતે આવેલ ફ્લોરા હોટેલમાં ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલા નવા ધારાસભ્યો માટે સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.જેમાં અમદાવાદ ના ધારાસભ્યોએ હાજર રહા હતા. આ સન્માંન સમારોહમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુર, ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહ જી તેમજ પરિષદના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ સન્માન સમારોહમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી દ્વારા બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ જી ને ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના નવા પ્રદેશ અઘ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યું. દિનેશ સિંહ કુશવાહ સાહેબે જણાવ્યું કે ઉત્તર ભારતીય સમાજ મને જે નવી જવાદારી સોંપી છે એને હું જવાબદારી અને પૂરી નિષ્ઠા થી નીભાવિશ અને સાથે સાથે સમાજની વાત સરકાર સુધી પહોંચે એનું પણ ખાતરી આપું છુ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM