મોરબીના પાટીદાર ધામ દ્વારા ત્રિવીધ સન્માન સમારંભ યોજાયો

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મોરબીના તમામ પાટીદાર સંસ્થાના પ્રમુખ દ્વારા દીપ પ્રગટ્યા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી

મોરબીના પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચાલતા પાટીદારધામ મોરબી દ્વારા *ત્રિવિધ સન્માન સમારંભ સમારોહ પટેલ સમાજ વાડી શક્ત શનાળા ખાતે યોજાઇ ગયો જેમાં ધોરણ દશ અને બારના અને જીપીએસસીમાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તરલાઓનું સન્માન, તેમજ પાટીદાર સમાજના સેવાકીય ટ્રષ્ટોના સેવકોનું સન્માન, દાતાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા સમાજ અને વિદ્યાર્થીઓના ઉત્થાન અને જીપીએસસી આઇએએસ જેવી પરીક્ષાઓમાં વધુમાં વધુ જોડાઇને સરકારના બ્યુરોક્રેસીમા સામેલ થવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મોરબીના તમામ પાટીદાર સંસ્થાના પ્રમુખ દ્વારા દીપ પ્રગટ્યા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ પાટીદાર ધામના પ્રમુખ કિરીટભાઇ દેકાવડીયા દ્વારા પાટીદારધામની પ્રવૃતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ કાંતિભાઇ અમૃતિયાએ પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની ઉમદા કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા.કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટી અશોક ભાઇ પટેલ દ્વારા કરવામાં આવી .
કાર્યક્રમનું વ્યવસ્થાપન કરવામાં સોનલબેન,કિંજલબેન, જયભાઇ, કેવલ ભાઇ,ઉત્તમભાઇ સચિનભાઇ, સર્વેશભાઇ, પાર્થિભાઇ,હિરેનભાઇ વગેરેએ ખૂબ જહેમત ઊઠાવી હતી.સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન દિનેશ ભાઇ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા કરવામાં આવ્યું હતું.

મહેશભાઈ ડી. સિંધવ
સૌરાષ્ટ્ર ઝોન બ્યુરો ચીફ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM