ડીસા માં બહુચર ગ્રૂપ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

રેકોર્ડબ્રેક ૫૦૦ થી વધુ રક્તદાતાઓ રક્તદાન કર્યું
રક્ત એક એવી વસ્તુ છે જે કોઈ ફેક્ટરીમાં બનતું નથી.. અને જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે.. અને તેની પૂર્તિ માત્ર રક્તદાન થકી જ થઈ શકે છે.. ત્યારે ડીસાના બે યુવાનોએ આ અમૂલ્ય રક્ત અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું અને તેમાં પાંચસો યુનિટ કરતાં પણ વધારે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.. તો આવો જોઇયે આ વિષેશ રક્તદાન કેમ્પમાં શું હતી વિશેષતા… આજના સમયમાં ઘણા એવા કિસ્સાઓમાં લોકોનો જીવ રક્તની અછતના લીધે થતો હોય છે. ત્યારે રક્તની આ અછત દૂર થાય અને દરેક લોકો રક્તદાન કરવા માટે જાગૃત બને તે માટે આજે ડીસા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં સાડા ચારસોથી વધારે રક્તદાતાઓએ રક્તદાન કરીને વિક્રમ સર્જી દીધો હતો.. આજે રક્તદાન કરવા આવેલા રક્તદાતાઑમાં રક્તદાન પ્રત્યે ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.. આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને ભેંટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.. ડીસાના વિજય ઠાકોર અને કનુ ઠાકોર (સોલંકી) દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પની એક વિશેષતા એ પણ હતી કે આ રક્તદાન કેમ્પમાં જે રક્ત એકત્રિત થશે તે રક્ત જ્યારે કોઈ જરૂરિયાત મંદને જરૂર પડશે ત્યારે કોઈ પણ પ્રકારના લેબ ચાર્જ લીધા વગર એકદમ નિશુલ્ક આપવામાં આવશે અને આ ઉપરાંત લેબોરેટરીનો પણ જે ચાર્જ થશે તે આ બંને યુવાનો દ્વારા ઉઠાવવામાં આવશે આ ઉપરાંત રક્તદાન કરનાર દરેક દાતા ને પુરસ્કાર તેમજ તેમના માટે વીમાકવચ ની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે આટલા ઉમદા હેતુથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ પણ પહોંચીને રક્તદાન કર્યું હતું અને રક્તદાન મહાદાન ઉક્તિ ને સાર્થક કરી હતી આ બાબતે આ કેમ્પ ના આયોજક કનું સોલંકી અને વિજય ઠાકોરે જણાવ્યું હતું કે આજના સમય માં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ને વિના મૂલ્યે અને સરળતાથી જરૂરી એવું લોહી મળી રહે તેવો અમારો હેતુ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *