લોકપ્રિય સાંસદશ્રી મિતેષભાઈ પટેલ સાથે સંસદિય કાર્ય પ્રણાલી સંદર્ભે વિધાર્થીઓનો પરસ્પર વાર્તાલાપ

રિપોર્ટ : બીના પટેલ

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસ, કૌશલ્ય, શિક્ષણ સહીત અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી, માનનીય મંત્રીશ્રીઓ અને સાંસદશ્રીઓ ઉપસ્થિતિમાં સમયાંતરે યોજાતી સંસદિય કાર્યવાહી યોજાય છે. આ પ્રકારની કાર્યવાહી અંગે વિધાર્થીઓ માહિતગાર થાય તે માટે આણંદ સાંસદ જન સેવા કાર્યાલય ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાનગર સ્થિત નલિની આર્ટ્સ કોલેજના પોલીટીકલ સાયન્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા કરેલ વાર્તાલાપ અંતર્ગત દિલ્હી પાર્લામેન્ટ ખાતે સંસદિય કાર્યવાહી સંદર્ભમાં તેમજ અનેકવિધ સરકારી લોકકલ્યાણની યોજનાઓ બાબતે જાણકારી પ્રાપ્ત કરી હતી. આ વાર્તાલાપ 45 મિનિટ સુધી ચાલ્યો હતો જેમાં કોલેજના આચાર્ય શ્રી બી.એન પરમાર, પ્રાધ્યાપકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *