અંકલેશ્વર પંથક માં હોળી માં ગૌમાતા ના છાણ માંથી બનાવેલ હોલળીયા ની પરંપરા ને બાળા ઓ એ જાળવી રાખી


ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત હોળી ને અનુલક્ષીને હોલળીયા બનાવવાની પદ્ધતિ આજે પણ અકબંધ
ગ્રામ્ય વિસ્તારમાં હોલળીયા ની હોળી પર્યાવરણ ના જતન ની પરંપરા આજના આધુનિક યુગમાં જીવંત છે

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

હોળી ના પર્વ ના આગમન ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઇકો ફ્રેન્ડલી ઉજવણી ના પ્રયાસ રૂપે વૈદિક હોળી નું ચલણ વધ્યું છે. અને મહામુલા વૃક્ષો ને બચાવવા માટે ગોબર સ્ટિક એટલે ગૌકાષ્ઠની પરંપરા શરુ થઇ છે. આ પૂર્વે જ આજે પણ આપણા વડીલો પર્યાવરણ ના જતન માટે હોળી માં ગૌમાતા ના ગોબર ના હોલળીયાની હોળી શરુ કરી હતી. જે હોલળીયા આજે પણ ગ્રામ્ય કક્ષાએ જળવાઈ રહ્યા છે.ત્યારે બાળકીઓ હોળી ના આગમન પૂર્વે ગૌમાતા ના ગોબર ના હોલળીયા તૈયાર કરી રહી છે ,

વૃક્ષો નું જતન માટે અને ગ્લોબલ વોર્મિગ ની અસર વચ્ચે જ્યાં આપણા તહેવારો પણ પોતાની અસલ રંગત અને પર્યાવરણ જળવાઈ રહે એ રીતે ઇકો ફ્રેન્ડલી ઉત્સવ તરફ વળ્યાં છે. જો કે શહેરમાં વસતા લોકો ને જૂજ ખબર હશે કે ઇકોફ્રેન્ડલી ઉત્સવ ની શરૂઆત આપણા જ પૂર્વજો એ પેઢીઓ આગળ કરી દીધી હતી અને ગૌમાતા ના છાણ ના હોલળીયા નું સર્જન કરી હોળી પૂજન માં તેને અચૂક સ્થાન આપી ચુક્યા છે. અને આજે પણ ગ્રામ્ય કક્ષા એ અસલ હોળી એટલે હોલળીયાની હોળી ને ગણવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત હોળી ને અનુલક્ષીને ગોબર માંથી હોલળીયા બનાવવાની પદ્ધતિ આજે પણ અકબંધ છે. જ્યાં આજે ગોબર સ્ટીક વડે વૈદિક હોળી નું ચલણ વધી રહ્યું છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત ગૌમાતા ના ગોબર ના હોલળીયા ની હોળી પર્યાવરણ ના જતન ની પરંપરા આજના આધુનિક યુગમાં પણ જીવંત જોવા મળી રહી છે. અંકલેશ્વર ના જુના કાંસીયા ગામ ખાતે આજે પણ હોળી ના 15 દિવસ અગાઉ ગામ ની કુંવારિકાઓ ગૌમાતા નું છાણ એકત્ર કરી વિવિધ આકારોના હોલળીયા બનાવવાની શરૂઆત કરે છે. બાળકીઓ ગામ માં એક સ્થળે ભેગા થઇ ગૌમાતા ના .છાણ ને એકત્ર કરી તેને હળવો નરમ મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. જેને વિવિધ નાના આકાર આપી તેના માં વચ્ચે ગોળ કાણું પાડી દેવામાં આવે છે. અને તેને સુકવી દેવામાં આવે છે.બે દિવસ માં સુકાઈ ગયા બાદ તેને એક દોરડી માં પરોવી તેનો હાર તૈયાર કરવામાં આવે છે. જે જ્યાં હોળી પ્રગટાવે ત્યારે આ હોલળીયા ના હાર વડે તેની સજાવટ કરી હોળી નું સ્વરૂપ આપવામાં આવે છે. હોલળીયા ને હોલાકા, ઓણીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

હમણાં લોકો વૈદિક હોળી નું વિચારતા થયા છે પણ આપણા પૂર્વજો એ એ પૂર્વે જ વિચારી હોળી માં ઇકોફ્રેન્ડલી રીતે હોલળીયા બનાવી હોળી ઉત્સવ ની શરૂઆત કરી ચુક્યા છે. જે આજે પણ ગામડા માં જોવા મળે છે. આપણા પૂર્વજો એ પર્યાવરણ ના જતન ની આ પરંપરા અમે આગળ વધાવી રહ્યા છે.

ગૌમાતા નું છાણ પવિત્ર છે જેને હોળી પૂજન વખતે આપણા પુજારીઓ પણ તેને વિધિ માં લઇ પૂજા ની શરૂઆત કરતા હતા એટલે જ આજે પણ ગૌમાતા ના ગોબર ના છાણાં ને હવન કે યજ્ઞ અથવા હોળી પૂજન માં અચૂક સ્થાન છે. જે પરંપરા આજે પેઢી દર પેઢી ચાલી રહી છે. અને ખાસ કરી ને હોળી રંગ ની રંગત સાથે બાળકો માં હોલળીયા બનાવવાનું વધુ રસ દાખવે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM