અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત પ્રાથમિક શાળા ઓ નો રંગોત્સવ કાર્યક્રમ યોજાયો


શહેર ની 11 પ્રાથમિક શાળા ના 350 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો વિદ્યાર્થીઓ એ વિવિધ થીમ આધારીત કૃતિઓ રજુ કરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત પ્રાથમિક શાળા ઓ ના રંગોત્સવ અંતર્ગત વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર ની પ્રાથમિક શાળા ના 350 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો .

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ઓ ના વિદ્યાર્થીઓ ઓ ની કલાશક્તિ ને ઉજાગર કરવા અને તેઓ ની કલાશક્તિ ને પ્રદર્શિત કરવા માટે નગર શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે રંગોત્સવ અંતર્ગત વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવે છે ત્યારે શુક્રવાર ના રોજ નગર શિક્ષણ સમિતિ દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું . વાર્ષિકોત્સવ નો ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રંગોત્સવ કાર્યક્રમ માં 11 જેટલી નગરપાલિકા સંચાલિત શાળા ઓ ના 350 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ એ દેશભક્તિ આધારિત થીમ ,આઝાદી કા અમૃત મહોત્સવ ,અર્વાચીન ગરબા ,યોગા સહીત ની વિવિધ કૃતિઓ રજુ કરી હતી. આ કાર્યક્રમ માં ભરૂચ ની ધોરણ 3 માં અભ્યાસ કરતી 9 વર્ષીય દુર્વા મોદી કે જેણે ડોનેશન બોક્સ દ્વારા ડોનેશન ઉઘરાવી ને આ ડોનેશન બોક્સ અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ની 40 જેટલી વિદ્યાર્થીઓ ની બાકી પડતી ફી ભરવા માટે અર્પણ કર્યું હતું ,જે દુર્વા મોદી નું આ વાર્ષિકોત્સવ માં સન્માન કરવામાં આવ્યું હતું, પ્રસંગે નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા , અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ પટેલ, નગર શિક્ષણ સમિતિ ના ચેરમેન કિંજલબેન ચૌહાણ ,શાસનાધિકારી ભારત સલાટ ,સહીત નગર પાલિકા ના સભ્યો ,11 શાળા ના આચાર્યો ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *