
વ્યસનરૂપી રાક્ષસને ડામવા નવા ગામના ગ્રામજનો દ્વારા વ્યસનોને તિલાંજલિ
આજ રોજ તા.૦૩/૦૪ /૨૦૨૩ સોમવારના રોજ નવા ગામે આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં નવા ગામે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.
🔸 નવા ગામના તમામ ગ્રામજનોએ ગુરુ મહારાજનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. ગામની દીકરીઓ દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.
🔸 ત્યારબાદ શોભાયાત્રા ગામની ફરતે પ્રદક્ષિણા કરી ધરમપુર માઘ્યમિક શાળામાં પહોંચી હતી અને શોભાયાત્રા પરત ફરી અંબાજી માતાના મંદિરે ઉતરી હતી.
🔸 કાર્યક્રમની શરુઆતમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુ મહારાજનું પ્રવચન યોજાયું હતું.
🔸પ્રવચનમાં મુખ્ય મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોતાના વક્તવ્ય આપ્યા હતા.
🔸 શ્રી કેશાજી ચૌહાણ સાહેબશ્રીએ સમાજમાં ચાલતા કુરિવાજો વ્યસનો અને અનેક દૂષણો સામે અવાજ ઉઠાવતા કહું હતુ કે વ્યસનોથી મુક્ત થઈને સમાજને ઉપયોગી બનીએ.
🔸 પ્રવચનમાં ગુરુ મહારાજે જણાવ્યું હતું કે આપણા સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસનો આજે આપણા જીવનમાં ઘર કરી બેઠા છે. આપણે હવે આ કુરિવાજો અને વ્યસનોનો નાશ કરવો જ રહ્યો. હવે આપણા સમાજને અને આપણે જાગવાની જરૂર છે.
🔹 વડીલો અને યુવાનો વ્યસનો કરતાં હોય તો પછી બાળકોમાં શું સંસ્કાર આવે ?
🔸 વડીલો સ્વસ્થ બને, યુવાનો વ્યસનમુક્ત બને અને બાળકો સંસ્કારી બને એ માટે અમે આનંદ મંડળની રચના કરી છે. જેમાં ૧૧૧ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.
🔹 ગામે ગામ આજે આનંદ મંડળની સ્થાપના થઇ રહી છે.મને જણાવતાં ખૂશી થાય છે એ આનંદ મંડળમાં હજારો માતા-બહેનો, દીકરીઓ અને બાળકોની જીંદગીઓ સુધરતી મને નજરે પડે છે.
🔸 ચાલો સૌ સાથે મળી આપણા બનાસકાંઠા જિલ્લાને સંસ્કારકાંઠા બનાવીએ.
🔹આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કેશાજી ચૌહાણ (ધારાસભ્યશ્રી દિયોદર), કણઝરા, સાવિયાણા,ખારેડા,ઝાબડીયા વગેરે ગામના સરપંચશ્રીઓ તથા નવા ગામના સરપંચશ્રી કુંવરજી ઠાકોર અને આગેવાનો અને સમસ્ત નવા ગ્રામજનો માતાઓ-બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રહ્યા હતા. આનંદ ઠકકર ડીસા