દેશ માટે શહીદી વહોરનાર જવાનોના પરિવારોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલની અનોખી પહેલ

પગારમાંથી દર મહિને શહીદ પરિવારના સભ્યોને ૨ હજાર આપશે ધારાસભ્ય જે.એસ. પટેલ

માણસાના ભાજપના ધારાસભ્યની ગણતરી ગુજરાતમાં સૌથી અમિર ધારાસભ્ય તરીકે થાય છે. તેઓએ ધારાસભ્ય તરીકે મળતા પગારમાંથી શહિદ જવાનોના પરિવારજનોને દર મહિને બે હજાર રોકડ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની અમલવારી તેઓ આગામી ટર્મ પુર્ણ થાય ત્યાં સુધી પાંચ વર્ષ સુધી કરશે. આ નિમિત્તે આજે તેઓએ ભાજપના કાર્યલય ખાતે શહિદ જવાનોના પરિવારજનોને કરી હતી.
ગુજરાતમાં પ્રથમ વખત માણસાના ભાજપના ધારાસભ્ય જે.એસ. પટેલ દ્વારા ઉપરોક્ત અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. દેશની રક્ષા માટે શહિદ થયેલા પરિવારજનોને મદદ માટે તેઓએ આ નિર્ણય કર્યો છે. આજે જ્યોતિબા ફુલે જન્મજયંતિ નિમિત્તે ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં માણસા તાલુકાના શહિદ થયેલા જવનાના પરિવારજનોને બોલાવીને તેમને રોકડ રકમ અર્પણતેઓએ મળી જવાનોની શહિદીને સલામ કરી રોકડ રકમની સહાય આપી હતી. આ પ્રસંગે શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. સેવા એજ સંકલ્પના સુત્ર સાથે તેઓએ ઉપરોક્ત નિર્ણય કર્યો છે. ધારાસભ્ય તરીકે તેઓને સરકાર જે પગાર આપે છે તે પોતાના વ્યક્તિગત ઉપયોગમાં ન વાપરવાનો તેઓએ નિર્ણય કરીને એક નવો જ ચિલો પાડ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ જ્યોતિબા ફુલેની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલી અને પરિસંવાદ તેમજ વરિષ્ઠ નાગરિકોના સન્માન કાર્યક્રમ દરમિયાન તેઓએ માં ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર માણસાના અમર શહિદોના પરિવારજનોને જાન્યુઆરી માસથી પ્રતિ મહિને બે હજાર લેખે આજરોજ છ હજારની આર્થિક સહાય આપવાની શરૂઆત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *